તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાયમાંથી 5600, દયાપરમાંથી 2400નો દારૂ પકડાયો : આરોપી છૂ

સાયમાંથી 5600, દયાપરમાંથી 2400નો દારૂ પકડાયો : આરોપી છૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના સાંય ગામના રહેણાક મકાનમાંથી આડેસર પોલીસે 5600 રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સુત્રોએ આપેલી વિગત અનુસાર આડેસર પોલીસે રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં ગોપાલસિંહ સુખદેવસિંહ જાડેજા નામના આરોપીના રહેણાક મકાનમાં દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન વિદેશી દારૂની બોટલ અને કર્વાટરિયાનો અલગ અલગ બ્રાન્ડનો 5600ની કિમતનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમ્યાન આરોપી ગોપાલસિંહ નાસી છુટયો હતો. દરોડાની કામગીરીમાં પીએસઆઇ એમ.એસ.રાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો. તો બીજી તરફ લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર નજીક આવેલ નદીના વોકળામા દરોડો પાડી પોલીસે વિદેશી દારૂ પકડી પાડયો હતો. જોકે દરોડાની કામગીરી સમયે આરોપી ભાગી છુટવામા સફળ રહ્યો હતો. દયાપર નજીક આવેલી નદીના વોકળામા દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે શનિવારે રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો. રેઇડ દરમ્યાન સ્થળ પરથી 2400ની કીમતની વિદેશી દારૂની 6 બોટલ પકડી પાડી હતી.પોલીસના દરોડા પૂર્વેજ જયેન્દ્રસિંહ ભારૂભા સોઢા નામનો આરોપી ભાગી છુટતાં પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...