• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • ‘બસ ક્યારે ચાલુ રાખવી કેે બંધ કરવી તે અમારી મરજી’

‘બસ ક્યારે ચાલુ રાખવી કેે બંધ કરવી તે અમારી મરજી’

DivyaBhaskar News Network

Apr 03, 2018, 06:05 AM IST
‘બસ ક્યારે ચાલુ રાખવી કેે બંધ કરવી તે અમારી મરજી’
દિયોદર ડેપો દ્વારા છેલ્લા 15 દિવસથી બંધ કરાયેલી દિયોદર-રવેચી એસટી બસ વિશે કેટલાક પેસેન્જરોએ પૂછતાં દિયોદરના ઇન્ચાર્જ ડેપો મેનેજરે ‘કઇ બસ ક્યારે ચાલુ કરવી અને બંધ કરવી તે અમારી છે, આ માટે અમે પ્રવાસીઓને પૂછવા ન બેસીએ’ તેવો ઉધ્ધત જબાબ અપાયો હોવાનો આક્ષેપ કરાયો છે. સાંજે 7.30 કલાકે રવેચી તીર્થધામે પહોંચ્યા બાદ રાત્રિ રોકાણ કરતી આ સેવા એસટીને દૈનિક હજારો રૂપિયા રળી આપતી હોવા એકાએક બંધ કરી દેવાઇ હતી. આમ કરવા પાછળનું કારણ કેટલાક પેસેન્જરે ફોન પર પુછતાં દિયોદરના ઇન્ચાર્જ ડેપો મેનેજર હોવાનું કહેતા ડી. અેલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બસ એક મહિના સુધી ચાલુ નહિ થાય. આ તકે પ્રવાસીઓએ કારણ પૂછ્યું તો તેમણે બસ સેવા અંગે તમામને પૂછવા તો ન જઇએ ને ω તેવો ઉધ્ધત જવાબ આપ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ બસમાં અપ ડાઉન કરતા અર્જુનસિંહ ચૌહાણે કહ્યું હતું કે, આ ઉધ્ધત વર્તન બાબતે માર્ગ વાહન વ્યવહાર મંત્રી સહિતની કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. દરમિયાન આ બાબતે દિયોદરના કંટ્રોલ રૂમ પર સંપર્ક સાધતાં રાજુભાઇ ત્રિવેદી નામના કર્મચારીએ બસની ઘટ હોતાં સેવા બંધ કરાઇ હોવાની શક્યતા દર્શાવીને નવી બસ આવતાંજ સેવા પુન: શરૂ કરી દેવાશે તેમ જણાવ્યું હતું.

X
‘બસ ક્યારે ચાલુ રાખવી કેે બંધ કરવી તે અમારી મરજી’
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી