તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગત વર્ષે સ્વાઇન ફ્લુથી મોતને ભેટેલા અડધો અડધ આધેડ

ગત વર્ષે સ્વાઇન ફ્લુથી મોતને ભેટેલા અડધો અડધ આધેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતવર્ષે કચ્છમાં હાહાકાર ફેલાવનારા સ્વાઇન ફલુની ઝપેટમાં મોતને ભેટેલા 54 દર્દી પૈકી અડધો અડધ દર્દી 46થી 60ની વય જૂથના આધેડ હતા. ઉપરાંત 577 પોઝિટિવ પૈકીના 93 બાળકો ચેપી વાઇરસથી બીમાર પડ્યાં હતાં. કચ્છમાં શિયાળાની વિદાય વેળાએ એચવન એનવનના કેસ બહાર આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને વયજૂથ માટે જાગૃતિ રૂપી તકેદારી લેવાય તેવો અનુરોધ આરોગ્ય વિભાગ દ્વારા કરાયો છે.

ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં સ્વાઇન ફલુનો એકપણ દર્દી નોંધાયા બાદ છેલ્લા એક સપ્તાહમાં કચ્છમાં ચાર મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જે પૈકી એકનું મોત પણ થયું છે, ત્યારે હવામાં વાઇરસથી ફેલાતા રોગને ઉગતો ડામી દેવા માટેના અમોધ શસ્ત્ર સમાન લોક જાગૃતિ આવશ્યક છે તેવું આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે.

ગત વર્ષના કડવા અનુભવ પરથી શબક શીખવાનું કહેતાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. અરૂણકુમાર કુર્મીએ કહ્યું હતું કે, વર્ષ 2015માં જાન્યુઆરીથી ડિસેમ્બરના 12 માસમાં સ્વાઇન ફ્લુની લપેટમાં આવેલા 577 દર્દી પૈકી 54નાં મોત થયાં હતાં, જેના 50 ટકા જેટલા 25 દર્દી 46થી 60 વર્ષના હતા.

વય જૂથના લોકો મોટે ભાગે નોકરિયાત હોવાથી બહાર રહેવાનું થાય છે. પૂર્વ કચ્છના રાપરથી પશ્ચિમના લખપત સુધી ફેલાયેલા જિલ્લામાં બે સ્ટેશન વચ્ચેની મુસાફરી માટે એકથી બે કલાકનો સમય લાગતો હોવાથી ખાસ કરીને મુસાફરોને રોગ થવાની સંભાવના વધુ રહે છે.

ઉપરાંત 6 વર્ષ સુધીના 93માંથી 8 બાળકો મોતને ભેટ્યાં હતાં, તો 6થી 14 વર્ષના 36 પોઝિટિવમાંથી 10ના જીવનદીપ બુઝાઇ ગયા હતા.

ચાલુ વર્ષે સ્વાઇન ફલુ પગ પેસારો કરી રહ્યો છે, ત્યારે તારણ પરથી આધેડ અને બાળકો માટે ખાસ તકેદારી લેવાય તે આવશ્યક છે. માટે વાલીઓને જાગૃત રહેવાની અપીલ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, જો બાળકને શરદી-ઉધરસ સાથે તાવ આવે તો તેને હળવાશથી લેવા. આવી રીતે અપડાઉન કરતા તેમજ વારંવાર મુસાફરી કરતા લોકોને છીંક કે ઉધરસ ખાતી વખતે મોઢાની આડે રૂમાલ રાખવાની સલાહ તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...