તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોર માર્ગે ઓવરલોડની હેરફેર અટકાવવા ડિવાઇડર બનાવાશે

ચોર માર્ગે ઓવરલોડની હેરફેર અટકાવવા ડિવાઇડર બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળીચેકપોસ્ટને બાયપાસ કરી કેટલાક ચોર માર્ગે હજુ પણ ઓવરલોડ પરિવહન થતું હોવાના અહેવાલને પગલે વાગડ વિસ્તારની મુલાકાતે ધસી ગયેલા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરે આવા રસ્તાઓ પર તાત્કાલિક એંગલ ડિવાઇડર બનાવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. ઉપરાંત તેમણે ચેકપોસ્ટની સજ્જતા વિશે પણ ચકાસણી કરી હતી.

કાર્યવાહક કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલે શનિવારે રાપર અને ભચાઉ તાલુકાની મુલાકાત લઇને વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. રાપર, ખારોઇ, વિજપાસર, રામવાવ, આધોઇ સહિતના ચોર માર્ગે ડિવાઇડર બનાવીને ઓવર લોડના દુષણને કડક હાથે ડામી દેવા સુચના આપી હતી. સુરજબારી ચેકપોસ્ટ પર સીસી ટીવી કેમેરા સતત ચાલુ રાખવા અને જરૂર મુજબ નવા કેમેરા લગાવવાની તાકીદ કરી હતી. હાઇકોર્ટના રિપોર્ટ અને જાહેર હિતની અરજીના પગલે તેમણે શિકારપુરની મુલકાત લઇને ઘુડખર અભયારણ્યમાં મીઠાના અગરોની ચકાસણી કરી હતી.

રાપર તાલુકાના માખેલ ગામે પહોંચેલા ઇન્ચાર્જ કલેક્ટરે પાણી અને શૌચાલય જેવી પ્રથામિક સુવિધાઓ અંગે ગ્રામજનો પાસેથી વિગતો મેળવી હતી અને પંચાયતનું દફ્તર ચકાસી અધુરાશોની પૂર્તતા માટે તાકીદ કરી હતી.

આડેસર-પીપરાળાના રણમાં જમીન મંજૂર થઇ જતાં તાત્કાલિક સીસી કેમેરાથી સજ્જ ચેકપોસ્ટના નિર્માણ માટે સુચના આપી હતી. ભચાઉ પ્રાંત અધિકારી નવલદાન ગઢવી, તાલુકા વિકાસ અધિકારી ડી.જે. ચાવડા, મામલતદાર કે. જી. ચૌધરી, રાપર તાલુકા વિકાસ અધિકારી એમ. એચ. સોની, એ. એચ. સિરેશિયા, કિશોર હાલા સહિતના અધિકારીઓ પ્રવાસમાં જોડાયા હતા

સામખિયાળી ચેકપોસ્ટની મુલાકાતે આવેલા કલેક્ટર તથા અધિકારીઓ.

અન્ય સમાચારો પણ છે...