• Gujarati News
  • વાગડના 32 રસ્તા અને 75 તળાવ તૂટ્યા

વાગડના 32 રસ્તા અને 75 તળાવ તૂટ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અણધાર્યાઅને એકધારા વરસાદનો ભોગ બનેલા વાગડના રાપર અને ભચાઉ તાલુકામાં થયેલું નુકસાન ધીમે ધીમે બહાર આવી રહ્યું છે.

પંચાયત હસ્તકના 24 અને રાજ્ય હસ્તકના 8 રસ્તાઓ તૂટી ગયા છે. તો અંદાજે 75 તળાવને નુકસાન થયું છે. તો રાજ્ય સરકારની એક લાખ રૂપિયાની તળાવની યોજનાનો જેમણે લાભ લીધો હશે અને જેમના ખેતર કે જમીનમાં અાવા તળાવ બનાવ્યા હશે તેમને પણ નુકસાન થયું છે. અગાઉ આવા 650 તળાવ મંજૂર થયા હતા પણ તેમાંથી કેટલાને નુકસાન થયું છે તે બહાર આવી શક્યું નથી.

અંગે ધારાસભ્ય પંકજ મહેતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે,નુકસાની સહિતનો અહેવાલ તૈયાર કરીને સરકારમાં મૂકાશે. હાલમાં સેવાઓના પુન: સ્થાપનની કામગીરી ચાલી રહી છે.