તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોધરામાં 1200 લાભાર્થીને સેવા સેતુનો લાભ

ગોધરામાં 1200 લાભાર્થીને સેવા સેતુનો લાભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાંયોજાયેલા સેવા સેતુ યોજનામાં 1200થી વધારે લાભાર્થીએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ દાખલાઓ, રાશનકાર્ડ, આધારકાર્ડ, મા અમૃતમ્ યોજના, વાત્સલ્ય યોજના વગેરે સરકારી યોજનાઓની માહિતી આપી હતી, અને આમ લોકોના પ્રશ્નોનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો. સરકારી કોઇ પણ કામ કરાવવું હોય તો સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે, ત્યારે સરકારની યોજના દ્વારા નાના વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે, ત્યારે ગોધરા ગામે યોજાયેલા યોજનામાં વધુ ને વધુ લોકો જોડાયા હતા. તાલુકાના ગોધરા, શિરવા, કાઠડા, મેરાઉ, દુર્ગાપુર, વાડા, ભારાપર, લાયજા વગેરે ગામોમાંથી લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં શિક્ષકો, તલાટીઓ, ડોક્ટરની ટીમ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...