• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • ‘કચ્છની નગરપાલિકાઓમાં વહીવટ સુધારી પ્રજાલક્ષી કાર્યો કરો’

‘કચ્છની નગરપાલિકાઓમાં વહીવટ સુધારી પ્રજાલક્ષી કાર્યો કરો’

ભુજ નગરપાલિકાના વિપક્ષી નગરસેવકોની ધરણા છાવણીની મુલાકાત બાદ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના કલેકટરને...

DivyaBhaskar News Network | Updated - Feb 27, 2018, 05:45 AM
‘કચ્છની નગરપાલિકાઓમાં વહીવટ સુધારી પ્રજાલક્ષી કાર્યો કરો’
ભુજ નગરપાલિકાના વિપક્ષી નગરસેવકોની ધરણા છાવણીની મુલાકાત બાદ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના કલેકટરને રૂબરૂ મળીને કચ્છની નગરપાલિકાઓના કથળેલા વહીવટ સુધારી પ્રજાલક્ષી કાર્યો થાય એવી માગણી મૂકી હતી. સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે, ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, ભચાઉ, રાપર એમ છ નગરપાલિરકાઓ, જેમાં હાલે ભાજપ શાસિત વહીવટ ચાલે છે. શહેરોના લોકોને પાયાની સુવિધા મળે અને સરળ તેમજ પારદર્શક વહીવટ થાય તે જરૂરી અને આવશ્યક છે, પરંતુ નગરપાલિકઓના સત્તાધીશો પીવાના પાણી, ગટર, સફાઈ, દિવાબત્તી, રસ્તા અને સાર્વજનિક હેતુના કરવાના થતા કામોમાં સંપૂર્ણ નિષ્ફળ છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, જયવીરસિંહ જાડેજા, રસીકભાઇ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, ચંદુભા ઝાલા, રફીક મારા, હજુભા સોઢા, રવિ ત્રવાડી, પી. સી. ગઢવી, દેવેન્દ્રસિંહ જેઠવા, માનશી શાહ, ફકીરમામદ કુંભાર, ભૈરવીબેન વૈદ્ય, રસીકબા જાડેજા, ગની કુંભાર, ઘનશ્યામસિંહ ભાટ્ટી, ઇલિયાસ ઘાંચી, મુસ્તાક હિંગોરજા, રઝાક ચાકી, જયંતીલાલ પારેખ વિગેરે જોડાયા હતા.

X
‘કચ્છની નગરપાલિકાઓમાં વહીવટ સુધારી પ્રજાલક્ષી કાર્યો કરો’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App