ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» આત્મવિલોપનની ધમકી બાદ ભચાઉ પ્રાંત કચેરીએ પોલીસ ખડકાઇ ગઇ

    આત્મવિલોપનની ધમકી બાદ ભચાઉ પ્રાંત કચેરીએ પોલીસ ખડકાઇ ગઇ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:45 AM IST

    રાપરના ખેડુત અને અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી રાપરના સભ્ય ગજુભાઇ આલાભાઇ મેરિયાએ મંડળી દ્વારા...
    • આત્મવિલોપનની ધમકી બાદ ભચાઉ પ્રાંત કચેરીએ પોલીસ ખડકાઇ ગઇ
      આત્મવિલોપનની ધમકી બાદ ભચાઉ પ્રાંત કચેરીએ પોલીસ ખડકાઇ ગઇ
      રાપરના ખેડુત અને અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી રાપરના સભ્ય ગજુભાઇ આલાભાઇ મેરિયાએ મંડળી દ્વારા ફાળવાયેલી જમીન પર બિન અધિકૃત રીતે કબજો થયો હોવા બાબતે તેમજ ખોટી ફરિયાદ દાખલ કરાઇ અને પોલીસ દ્વારા ખરાબ વર્તન કરાયું હોવાની ફરિયાદ બાદ કોઇ નિર્ણય ન આવતાં ગજુભાઇએ કચ્છ કલેક્ટર,પુર્વ કચ્છ પોલીસવડા તેમજ ભચાઉ પ્રાંત અધિકારીને જો આ બાબતે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપેલી હોતાં સોમવારે ભચાઉ પ્રાંત કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઇ હતી તો અનિચ્છનિય બનાવ ન બને તે માટે ફાયર ફાઇટરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી પરંતુ અરજદાર ન પહોંચતા તંત્રએ હાશકબારો અનુભવ્યો હતો,રાપરના ખેડુત અને અનુસૂચિત સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભ્ય ગજુભાઇએ20 ફેબ્રુ.ના જિલ્લા કલેક્ટરને કરેલી અરજીમાં મંડળીની ફાળવેલી જમીનના પુરાવા હોવા છતાં એ જમી પર કબજો કરી મારી સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પણ પુરાવા આપ્યા હોવા છતાં તપાસમાં ભેદભાવ રાખી તપાસ કરી હોવાથી આ મામલે તાત્કાલિક ન્યાય અપાવવામાં આવે નહીંતો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ગજુભાઇએ આપી હતી.આ અરજીની ગંભીરતાને ધ્યાનમાં રાખી કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધીકારી નવલદાન ગઢવીએ તકેદારીના ભાગ રૂપે પોલીસ તેમજ ફાયરફાઇટરની ટીમ તૈનાત રાખી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આત્મવિલોપનની ધમકી બાદ ભચાઉ પ્રાંત કચેરીએ પોલીસ ખડકાઇ ગઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `