• Gujarati News
  • National
  • સઇના મેળામાં બે કુટુંબી પર છરીથી ઘાતક હુમલો કરાયો

સઇના મેળામાં બે કુટુંબી પર છરીથી ઘાતક હુમલો કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના સઇ ગામે ભરાયેલા મેળામાં રસ્તા વચ્ચે મોટરસાઇકલ રાખવા મુદે બબાલ થઇ હતી, જેમાં કાકા-ભત્રીજા પર છરીથી ઘાતક હુમલો કરાયો હતો, જેના પગલે ગંભીર ઇજા પામેલા બન્ને કુટુંબીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

સઇ ખાતે ભરાતા પાબુદાદાના મેળામાં મંગળવારે સવારે 11 વાગ્યા પછી ગયેલા ડાભુંડા ગામના ધર્મેન્દ્રસિંહ તખતસિંહ જાડેજા તથા તેનો ભત્રીજો ક્રિપાલસિંહ હરદેવસિંહ જાડેજાએ મોટરસાઇકલ સાઇડમાં રાખી મેળામાં ગયા હતા, જ્યાં રાપરના રહેવાસી સિદ્ધરાજસિંહ અશ્વિનસિંહ જાડેજા અને હાર્દિકસિંહ બળુભા જાડેજા આવ્યા હતા અને ધર્મેન્દ્રસિંહ સાથે મોટરસાઇકલ રસ્તા વચ્ચે રાખવા મુદે બોલાચાલી કરી હતી, જે વધી જતાં સિદ્ધરાજસિંહે પોતાની ભેઠમાંથી છરી કાઢી ધર્મેન્દ્રસિંહને મારી દીધી હતી, જેથી ક્રિપાલસિંહ તેમને છોડાવવા વચ્ચે પડતાં બન્ને આરોપીએ ઉપરા-ઉપરી છરીના ઘા મારી તેને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં અન્ય લોકોએ બન્ને ઇજાગ્રસ્તને પ્રથમ રાપર ખસેડ્યા હતા, પરંતુ ઇજાઓ ગંભીર હોતાં તેમને વાગડ વેલફેર-ભચાઉ રીફર કરાયા હતા, પરંતુ ત્યાંથી તેમને તાકીદે રાજકોટ મોકલાયા હતા.જ્યાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...