તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં ફરી મેઘો મંડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયકલોનીકસર્કયુલેશનની અસર તળે રાજયની સાથે કચ્છમાં રવિવાર સુધી મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી સાચી ઠરી હોય તેમ જિલ્લાના દસેય તાલુકામાં ઝરમર ઝાપટાંથી લઇ પોણા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં હરખ ફેલાયો છે.ગુરૂવારની મધરાતથી પલ્ટાયેલા વાતાવરણ બાદ જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. સરહદી ખાવડા પંથકમાં મેઘરાજા વધુ મહેરબાન થયા હોય તેમ અહી મધરાતીના દોઢ વાગ્યાથી શરૂ થયેલી મેઘસવારી શુક્રવારની સાંજ સુધી જારી રહેતાં ખાવડા અને પચ્છમ વિસ્તારમાં પોણા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં ખેતી માટે તે કાચા સોના સમો સાબિત થયો છે.તો રાપર અને અંજારમાં પણ સારી મેઘકૃપા વરસી છે. ભુજમાં રાત્રે 10 વાગ્યા બાદ ભારે ઝાપટાંનો દોર શરૂ થયો હતો.

પચ્છમમાંમુશળધાર પોણાચાર ઇંચ: નદીનાળામાં નવા નીર

સરહદીખાવડા અને પચ્છમના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ તબકકામાં મેઘરાજાએ મહેર વસાવ્યા બાદ ગુરૂવારની મધરાતથી બીજા રાઉન્ડમાં પણ ધરતીને ત‌ુપ્ત કરતી મેઘમહેર વરસાવી સૈાને ખુશખુશાલ કરી દીધા છે. ખાવડામાં રાત્રીના દોઢ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ શુક્રવારે સાંજના 6 વાગ્યા સુધી અવિરત જારી રહ્યો હતો.

ખાવડામાં 90 મીલીમિટર એટલે કે પોણાચાર ઇંચ વરસાદવરસતાં નિચાણવાળા વિસ્તારમાં જળભરાવની સ્થિતી સર્જાઇ હતી. ખાવડા ઉપરાંત પચ્છમના જુણા, તુગા, સાંધારા, સહિતના ગામોમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે પવનની પાંખે મનમુકીને વરસ્યા હતા. ભારે વરસાદના કારણે વિસ્તારના મોટાભાગના નદીનાળામાં નવા નીર આવવા સાથે કેટલી કનદીઓમાં ઘોડાપુરની સ્થિતી પણ ઉત્પનન થઇ હતી.

ઉલ્લેખનિય છે કે અગાઉના વરસાદી રાઉન્ડ સમયે ખાવડા વિસ્તારના 4થી વધુ નાની સિંચાઇના ડેમ છલકાયા હતા. તો વરસાદ ખેતી માટે કાચા સોના સમાન સાબિત થયો છે.

અંજારમાંધોધમાર સવા 2 ઇંચ

અંજારશહેરમાં પણ શુક્રવારે બપોરે મેઘરાજાએ મનમુકીને મહેર વરસાવી હતી. બપોરે 12 વાગ્યા બાદ પવનના સુસવાટા સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો. અને એક થી દોઢ કલાક સુધી અવિરત મેઘસવારી વરસ્યા બાદ સાંજ સુધી ઝરમર વરસાદ વરસવો જારી રહેતાં સવા 2 ઇંચ પાણી પડી ગયું હતું.વરસાદના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારમાં જળ ભરાવ થયો હતો. જેથી લોકોને સામાન્ય હાલાકી વેઠવી પડી હતી. અંજાર શહેર ઉપરાંત તાલુકાના નિંગાળ, લોહારિયા, સીનુગ્રા, ખંભરા, સંઘડ, તુણા, ચાન્દ્રાણી, ભુવડ , નવાગામ, દુધઇ સહિતના ગામોમાં વાવાણીલાયક વરસાદ વરસતાં ધરતીપુત્રો રાજીના રેડ થઇ ગયા હતા.

નખત્રાણામાંસચરાચર દોઢ ઇંચ

નખત્રાણાઅને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે સચરાચર એકથી દોઢ ઇંચ મેઘકૃપા વરસતાં લોકોના હૈયે ટાઢક વળી હતી.નખત્રાણામાં સવારે 10 વાગ્યાથી ઝરમર ઝાપટાંરૂપે વરસાદ મોડીસાંજ સુધી ચાલુ રહ્યો હતો. તાલુકાના વિરાણી, દેવીસર, અરલ, કોટડા, મથલ, બેરૂ, મોસુણા, રોહા, ભોજરાજવાંઢ, દેવપર, વિથોણ સહિતના ગામોમાં સરેરાશ પોણોથી એક ઇંચ વરસાદ વરસતાં જગતના તાતના મુખ પર હરખ છવાયો હતો. હજુ પણ માહોલ ગોરંભાયેલો હોતાં વધુ વરસાદની સંભાવના છે.

ગાંધીધામમાંસવા ઇંચ વરસાદ

ગાંધીધામમાંસવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હળવા ઝાપટા પડ્યા બાદ બપોરે પણ સમયાંતરે બે રાઉન્ડ વરસાદ પડ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ગાંધીધામ ઉપરાંત આદિપુરમાં દિવસ દરમ્યાન સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ પણ વાતાવરણ ગોરંભાયેલું રહેતાં વધુ વરસાદની શકયતા વ્યકત કરાઇ હતી.

રાપરમાંતાલુકામાં એકથી 2 ઇંચ: મકાનોમાં પાણી ઘુસ્યાં

વાગડમાંપખવાડિયા પૂર્વે 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યા બાદ શુક્રવારથી ફરી એકવાર મેઘરાજાએ મનભરીને હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. રાપર શહેર અને તાલુકાના ગામડાઓમાં કયાંક ધીમીધાર તો કયાંક ધોધમાર વરસેલા મેઘરાજાએ સરેરાશ એકથી 2 ઇંચ જેટલું પાણી પાડી દેતાં લોકોના મુખ પર રોનક આવી હતી.

રાપરમાં સવારથી શરૂ થયેલો વરસાદી ઝાપટાંનો દોર મોડીસાંજ સુધી ઝરમર રૂપે જારી રહેતાં સરેરાશ દોઢ ઇંચ જેટલું પાણી પાડી દીધું હતું વરસાદે નગરપાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખોલી હોય તેમ ધોધમાર ઝડી વરસતાં નગરના ગેલીવાડી, શંકરવાડી, તિરૂપતીનગર, સલારીનાકા, આથમણા નાકામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાં હતાં. લોકોએ મહામહેનતે આભરાયેલા પાણીનો પોતાની જાતે નિકાલ કરવાની ફરજ પડી હતી. તાલુકાની ભીમાસર પટીના ગામોમાં અડધોથી એક ઇંચ, ચિત્રોડ પટીના ગામોમાં અડધોથી દોઢ ઇંચ, ખીરઇ, બાલાસર, પ્રાંથળ ઉપરાંત રવેચી, રવ સહિતના ગામોમાં ઝરમર અને ઝાપટાંરૂપે મેઘરાજા વરસતાં સરેરાશ એકાદ ઇંચ પાણી પડી ગયું હતું.

ભચાઉમાંઅડધોથી દોઢ ઇંચ

ભચાઉશહેર અને તાલુકામાં શુક્રવારની સવારથી આકાશમાં ગોરંભાયેલા વાદળો ધીમીધારે ઝાપટાંરૂપે વરસતાં તાલુકામાં અડધોથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભચાઉ શહેરમાં બપોરના ભારી ઝાપટાંરૂપે અડધો ઇંચ વરસ્યા બાદ ઝરમર મહેર જારી રહી હતી. તાલુકાના સમખિયાળી, વોંધ સહિતના ગામોમાં તોફાની પવન સાથે એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં આંશીક ઠંડક પ્રસર્યા બાદ ફરી એકવાર બફારાનું જોર વધ્યું હતું. વરસાદી ઝાપટાંથી શહેરમાં પાણી વહી નિકળતા થોડી સમસ્યા પણ સર્જાઇ હતી.

મુંદરામાંઅડધોથી એક ઇંચ

શુક્રવારનીબપોરથી વાદળછાયા વાતાવરણ બાદ મુંદરા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદનું આગમન થયું હતું .પ્રથમ 12 વાગ્યાના સમયગાળા દરમ્યાન બેરાજા,બોચા,બરાયા,કારાઘોઘા,પ્રાગપર,કપાયા સહિતના ગામોમાં ભારે પવન સાથે આવેલું વરસાદી ઝાપટું ટૂંકા ગાળા પૂરતું સીમિત રહ્યું હતું . ત્યારબાદ તાલુકા મથક મુન્દ્રામાં ઝરમરીયા રૂપે એક કલાક વરસાદે હેત વરસાવતાં શહેરના માર્ગો ભીના થયા હતા.તાલુકાના ભુજપર,ખાખર,લૂણી,વડાલા,ભદ્રેશ્વર વગેરે વિસ્તારોમાં ગ્રામજનોનો સંપર્ક સાધતા ચોમેર સમાંતર અડધો ઇંચ પાણી વરસ્યાના અહેવાલ સાંપડ્યા હતા.મોડી સાંજે મામલતદાર કચેરી ખાતે દિવસનો 12 મીમી અને મોસમનો કુલ્લ 143 મીમી વરસાદ નોંધાયો છે .

લખપતમાંધીમીધારે અમીવર્ષા

લખપતતાલુકામાં શુક્રવારે દિવસભર ધાબડિયા માહોલ વચ્ચે ઝરમર અને ધીમીધારે મેઘવર્ષા વરસી હતી. તાલુકાના મુખ્ય મથક દયાપર ઉપરાંત દોલતપર, માતાનામઢ, કોટડા મઢ, ભાડરા, બરંદા, સારણ, ઘડુલી, મેઘપર, વિરાણી, પાન્ધ્રો, બીટીયારી, સુભાષપર, ગુનેરી, લખપત, છેર,કોરિયાણી, કપુરાશી, જાડવા, સહિતના ગામોમાં ઝરમર ઝાપટાં રૂપે અડધો ઇંચ પાણી પડયું હતું. વરસાદ વાવેતર માટે કાચા સોના સમાન સાબિત થશે તેવું ખેડુત આગેવાનોએ જણાવ્યું હતું. તાલુકા મથક દયાપરમાં પોણો ઇંચ પાણી પડયું હતું. તો તાલુકાની કાંઠાળ પટીના નારાયણ સરોવર, કોટેશ્વર, કનોજ, લકકી, તહેરા, પીપર, રોડાસર, સહિતના ગામોમાં મેઘરાજા ધીમીધારે વરસ્યા હતા.

માંડવી-અબડાસામાંઝાપટાં

માંવીશહેર અને તાલુકા ઉપરાંત અબડાસા તાલુકામાં પણ વરસાદે ઝાપટાં રૂપે હાજરી પુરાવી હતી. માંડવીમાં 11 તો નલિયામાં 9 મીલીમિટર વરસાદ વરસ્યો હતો. માંડવીના દરશડીમાં એક ઇંચ તો ધુણઇ સહિતના ગામોમાં ઝાપટાં વરસ્યા હતા. માંડવી તાલુકાન ગઢશીસા વિસ્તારમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. અહીં એકથી દોઢ ઇંચ પાણી પડયું હતું. વિસ્તારના ખેડુતોએ પ્રથમ તબક્કામાં જે વાવેતર કર્યું હતું. તેને જરૂર હતી તેજ સમયે વરસાદ વરસતાં મેઘમહેર સંજીવની બની હોવાનું સ્થાનિક ખેડુત આગેવાનોએ માહિતી આપતાં જણાવ્યું હતું. અબડાસાના સાંઘીપુરમ, વાયોર સહિતના ગામોમાં હળવા ભારે ઝાપટાંરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી.

ભુજમાંઅષાઢમાં સરવડિયાં

અત્યારસુધી સૈાથી ઓછી મેઘકૃપા મેળવનાર ભુજ શહેર અને તાલુકામાં હજુ પણ મેઘરાજા કંજુસાઇ કરતા હોય તેમ ઘનઘોર માહોલ વચ્ચે ભુજ શહેર અને તાલુકામાં અષાઢમાં સરવડિયાં વરસ્યાં હતાં. ભુજ શહેરમાં ઝરમર ઝાપટાંરૂપે વરસાદ વરસ્યો હતો. કન્ટ્રોલરૂમમાં 7 તો હવામાન કચેરીમાં 8 મીલીમિટર વરસાદની નોંધ થઇ હતી. રાત્રે ભારે ઝાપટાં વરસવા શરૂ થયાં હતાં. માધાપર, ભુજોડી, લોરિયા, વંગ સહિત તાલુકાના વિવિધ ગામડાઓમાં મેઘરાજા ધીમીધારે વરસ્યા હતા. ત્યારે મેઘરાજા મનમુકીને વરસે તેવી પ્રાર્થના ભુજવાસીઓ કરી રહ્યા છે.

વરસાદના આંકડા

નામ વરસાદ કુલ

અબડાસા09 83

અંજાર 56 126

ભચાઉ 16 71

ભુજ 07 23

ગાંધીધામ 29 79

લખપત 20 98

માંડવી 11 100

મુંદરા 11 143

નખત્રાણા 37 82

રાપર 32 274

ખાવડા 90 215

આજથી 2 દિવસ કચ્છમાં મેઘરાજા અનરાધાર વરસશે: તંત્ર સાબદું

મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ ડીપ્રેશનમાં તબદીલ થઇ કચ્છ તરફ સરકશે તેમ જણાવી હવામાન વિભાગે આજથી 2 દિવસ સુધી કચ્છમાં ભારેથી અતીભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ભુજ હવામાન કચેરીના રાકેશકુમારે માહિતી આપતાં કહ્યું કે સુચિત સિસ્ટમ ઉતર ગુજરાત નજીક પહોંચયા બાદ તે કચ્છ પરથી પસાર થઇ અરબી સમુદ્રમાં જશે. જેથી આજથી લઇ સોમવારની બપોર સુધી કચ્છમાં મેઘરાજા અનરાધાર વરસી ધરતીને તરબોળ કરી દેશે. શુક્રવારે હળવો મધ્યમ વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદની તીવ્રતામાં વધારો થશે. દરમ્યાન ભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું વહિવટીતંત્ર સાબદું બની ગયું છે. કલેકટર રૈમ્યા મોહને જણાવ્યું કે ભારે વરસાદની આગાહીના પગલે સરકારી અધિકારીઓનસી રજા રદ કરી હેકવાર્ટર ના છોડવા તાકીદ કરાઇ છે. તો આપાતકાલિન્ સ્થિતીમાં દુરસચાર સેવા ના ખોરવાય તેની ખાસ કાળજી રખાશે.

નખત્રાણામાં દોઢ, ગાંધીધામ-રાપરમાં સવા ઇંચ પાણી પડયું: લખપતમાં પોણો ઇંચ: ભચાઉ, મુંદરા અને માંડવીમાં અડધો ઇંચ વરસાદ: અબડાસામાં ઝરમરિયા ઝાપટાં: ભુજમાં દિવસભર ઝરમિયા પછી રાત્રે ઝાપટાંનો દોર: ખેતી માટે કાચા સોના સમો વરસાદ વરસ્યો

ખાવડામાં પોણા ચાર ઇંચ, અંજારમાં સવા 2 ઇંચ વરસાદ

અન્ય સમાચારો પણ છે...