• Gujarati News
  • National
  • ભુજ |રાપર તાલુકાના કાનમેર ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ

ભુજ |રાપર તાલુકાના કાનમેર ખાતે તલાટી-મંત્રી તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રાપર તાલુકાના કાનમેર ખાતે તલાટી-મંત્રી તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ સોમસિંહ ચૌહાણે પોલીસમાં જાહેર કરેલી હકીકતો અનુસાર આરટીઆઇની અરજીઓ કરતા રહેતા દેવા કરસન ડોડીયા બપોરના ભાગે પોતે માગેલી માહિતી લેવા આવ્યો હતો, જે તેને મળી જતાં શખ્સે મારું નામ બીપીએલ રાશનકાર્ડની યાદીમાં કેમ લેતો નથી, એમ કહી બોલાચાલી કરી હતી અને બાદમાં ઉશ્કેરાઇ જઇ ફરિયાદી પર હુમલો કર્યો હતો. સંબંધે ફરિયાદીએ આડેસર પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે અારોપીને ઝડપી લેવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

કાનમેરમાં તલાટીને માર પડ્યો

અન્ય સમાચારો પણ છે...