તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ છૂટક નવા ભાવો નક્કી કરાયા

જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ- છૂટક નવા ભાવો નક્કી કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાવહીવટી તંત્ર દ્વારા કચ્છમાં ઘરગથ્થુ વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપનીના વધેલા ભાવ નજરે જથ્થાબંધ વેચાણ ભાવ તથા એક લિટરના છૂટક વેચાણ ભાવ તાલુકાના મુખ્ય મથકોને ધ્યાનમાં રાખી મુકરર કરાયા છે.

ભાવો જિલ્લાના તાલુકાના મુખ્ય મથકના હોઇ, કેરોસીનના ઓઇલ કંપનીના જથ્થાબંધ વિક્રેતાઓ કેરોસીનના છૂટક વિક્રેતાના સ્થળ સુધી કેરોસીનની ડિલિવરી આપવા જાય ત્યારે 10 કિલો મીટરના દરેક સ્ટેજે વધુમાં વધુ 50 કિલો મીટર સુધી એક લિટરે પાંચ પૈસા (વધુમાં વધુ 25 પૈસા સુધી) જથ્‍થાબંધ ભાવ ઉપરાંત વધુ સ્ટેજ ચાર્જ લઇ શકશે.

કેરોસીનના છૂટક વિક્રેતા સ્ટેજ ખર્ચની રકમ બિલ મુજબ ગણતરી કરતા નજીકના પાંચ પૈસાના ગુણાંકમાં છૂટક વિક્રેતા કેરોસીનના વેચાણ બિલ બનાવી કેરોસીનનું વેચાણ કરી શકશે, એમ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે. પ્રકારે છૂટક વેચાણ ભાવ નક્કી થવાને કારણે બજારમાં જે અત્યાર સુધી કેરોસીનનું કાળા બજાર થતું હતું તે અટકશે એવી તંત્રને આશા છે.

તાલુકા મથક 1કિ.લી.કેરો.નાે 1લી.કેરો.નો

જથ્થાબંધ ભાવ છૂટક ભાવ

ગાંધીધામ15435.59 15.44

અંજાર 15511.49 15.51

ભચાઉ 15580.99 15.58

ભુજ 15741.99 15.74

મુન્દ્રા 15741.99 15.74

રાપર 15831.44 15.83

નખત્રાણા 15944.29 15.94

માંડવી 15951.69 15.95

અબડાસા 16099.69 16.10

લખપત 16216.24 16.22

કચ્છના દસેદસ તાલુકાના મુખ્યમથકો માટે જાહેરનામું જારી

અન્ય સમાચારો પણ છે...