Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » વાગડમાં નર્મદા કેનાલમાંથી પાણી ઉંચકવા ગેરકાયદે સબમર્સિબલ પંપ લગાવાયા

વાગડમાં નર્મદા કેનાલમાંથી પાણી ઉંચકવા ગેરકાયદે સબમર્સિબલ પંપ લગાવાયા

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:30 AM

રાપર તાલુકાના મોમાયમોરા થી માંજુવાસ સુધીની નર્મદાની કેનાલમાં પાણી વહી રહ્યા છે જેમાં અનેક સ્થળે કિસાનો દ્વારા...

  • વાગડમાં નર્મદા કેનાલમાંથી પાણી ઉંચકવા ગેરકાયદે સબમર્સિબલ પંપ લગાવાયા
    રાપર તાલુકાના મોમાયમોરા થી માંજુવાસ સુધીની નર્મદાની કેનાલમાં પાણી વહી રહ્યા છે જેમાં અનેક સ્થળે કિસાનો દ્વારા સબમર્સિબલ પંપ મૂકીને પાણી ખેંચાઇ રહ્યું હોવાનું જોવા મળ્યું છે.

    કેનાલ પર મુલાકાત લેતા નર્મદા નિગમ રાપરના અધિકારીઓ ડીઝલ એન્જિન સાથે પાણી ખેંચતા ખેડૂતોને માત્ર નોટિસ આપતા હોવાનું જોવા મળ્યું હતું. અમૂક ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મોમાયમોરા થી માંજુવાસ સુધીની કેનાલમાં પાણી હોવાથી ડીઝલ એન્જિન અને અંદાજે 50થી વધુ ઈલેક્ટ્રીક મોટરો ગેરકાયદે ચાલી રહી છે. મંજૂરી વિના ચાલતા પંપો અને મોટરથી રાત દિવસ પાણી ખેંચાઈ રહ્યું છે. બીજી બાજુ અધિકારીઓ માંજુવાસ થી નંદાસર સુવઈ સુધીની કેનાલ વિસ્તારમાં આવતા ખેડૂતોને નોટિસ આપી રહ્યા છે. આ ઉપરાંત પીજીવીસીએલ દ્વારા કયા આધારે ઈલેક્ટ્રીક કનેક્શન આપવામાં આવ્યા તે પણ તપાસનો વિષય છે. એક તરફ નર્મદા નિગમના ચેરમેન કચ્છમાં પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે પગલાં લેવા માંડ્યા છે ત્યારે બીજી તરફ રાપર તાલુકામાં નિગમના અધિકારીઓ વ્હાલા દવલાની નિતી અપનાવી રહ્યા હોવાનો આક્ષેપ કિસાન આલમ ઉઠાવી રહી છે. દરમિયાન રાપરના અધિકારીઓને કેટલી નોટીસો આપી તે અંગે પુછપરછ કરતા તેમણે ચાલતી પકડી હતી .જો પાણી ચોરીના આ સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરવા માં આવે તો અધિકારીઓની મીલી ભગત બહાર આવશે તેવું ધરતીપુત્રો જણાવી રહ્યા છે.

    ભાસ્કર ન્યૂઝ.રાપર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending