Home » Gujarat » Bhuj » Rapar » 9 હળવા કંપનથી વાગડ ધ્રુજયું

9 હળવા કંપનથી વાગડ ધ્રુજયું

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:30 AM

ભુજ: રવિવારે કચ્છની સાથે સૌરાષ્ટ્રને ધ્રુજાવી મુકનારા 4.1ની તિવ્રતાના આંચકા પછી વાગડ ફોલ્ટની સખડડખડ ઉલ્લેખનિય...

  • 9 હળવા કંપનથી વાગડ ધ્રુજયું
    ભુજ: રવિવારે કચ્છની સાથે સૌરાષ્ટ્રને ધ્રુજાવી મુકનારા 4.1ની તિવ્રતાના આંચકા પછી વાગડ ફોલ્ટની સખડડખડ ઉલ્લેખનિય રીતે વધી ગઇ છે. રવિવારે 4.1ની તિવ્રતાના કંપન પછી 2 દિવસના સમયગાળામાં વાગડ ફોલ્ઠ 9 જેટલા હળવા કંપનથી ધ્રુજયો હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએથી જાણવા મળ્યું છે. આઇઅેસઆરના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રીના 9.38ના રાપર નજીક 2.8તો 9.50 વાગ્યે ભચાઉ પાસે 1.8 જયારે બપોરે પોણા ત્રણ વાગ્યે ભચાઉ પાસેજ 2.2નું કંપન અનુભવાયું હતું. ઉલ્લેખનિય છે કે સોમવારે પણ ભચાઉ, રાપર અને દુધઇ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા 6 હળવા કંપન અનુભવાયા જેની તિવ્રતા 1.6થી 2.5ની વચ્ચે આંકવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ