ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Rapar» કચ્છમાં આજે

  કચ્છમાં આજે

  DivyaBhaskar News Network | Last Modified - Feb 28, 2018, 05:30 AM IST

  કચ્છમાં આજે ઔદિચ્ય બ્રહ્મસમાજ-કચ્છ ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા ભુજ ખાતે સમૂહલગ્ન તથા યજ્ઞોપવિતનું આયોજન તા....
  • કચ્છમાં આજે
   કચ્છમાં આજે
   કચ્છમાં આજે

   ઔદિચ્ય બ્રહ્મસમાજ-કચ્છ

   ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા ભુજ ખાતે સમૂહલગ્ન તથા યજ્ઞોપવિતનું આયોજન તા. 29/4ના કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જોડવવા ઇચ્છુકોએ તા.30/3 સુધી 92281 06120, 98795 97964, 98252 88773નો સંપર્ક કરી નોમ નોંધણી કરાવી લેવી. યજ્ઞોપવિત નિ:શુલ્ક છે. જરૂરી દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

   જિલ્લાની માધ્ય. તથા ઉચ્ચ માધ્ય. શાળા જોગ

   કચ્છ જિલ્લામાં લેવાનારી આગામી ધોરણ-10 (એચ.એસ.સી) બોર્ડની માર્ચ-2018ની પરીક્ષા લેવાનારી હોવાથી તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્યોએ પરીક્ષાની હોલ ટિકિટ તા. 1/3ના સવારે 11થી 5 દરમિયાન ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ, ભુજ ખાતેથી મેળવી લેવી.

   કે. કે. એમ.એસ. શાળા-અંજાર

   કે.કે.એમ.એસ. સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા, અંજારના ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની રસીદ તા. 3/1ના શાળા સમય દરમિયાન શાળા ખાતેથી લઇ જવી.

   ચપલેશ્વર મહાદેવ મંદિર, માંડવી ખાતે સંતવાણી

   ચપલેશ્વર મહાદેવ મંદિર, નારાયણ આશ્રમ તળાવ નાકા બહાર માંડવી ખાતે 1/3ના રાત્રે 9 કલાકે નામાંકિત કલાકારો દ્વારા રામભાવ ભજન (સંતવાણી)નું આયોજન કરાયું છે.

   આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ

   કાર્યવાહક તારાચંદમૂનિ, પ્રસાંતમૂનિ અને સમર્પણમૂનિ વિરાયતન વિદ્યાપીઠથી વિહાર કરી તા. 28/2ના 72 જિનાલય અને 1/3ના આઠકોટી મોટી પક્ષના સ્થાનકમાં આવશે.

   સિનોગ્રા ખાતે દાદા ભગવાનનો સત્સંગ

   4/3ના સાંજે 5થી 7 દરમિયાન ત્રિ-મંદિર સત્સંગ હોલ, સિનોગ્રા ખાતે દાદા ભગવાનના સત્સંગના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

   ભારાપર ખાતે ધ્વજ વણજ યજ્ઞ અંગે બેઠક

   મહેશ્વરી, મારૂ, ગુર્જર, ચારણ બારમતી ધર્મપ્રેમીજનોની ભારાપર ખાતે યોજાનારા ધ્વજ વણજ યજ્ઞને આખરી ઓપ આપવા માટે એક અગત્યની મીટિંગનું આયોજન ગાંગાદેવ ગણેશ મંદિર, ભારાપર-વડઝર માર્ગ, ભારાપર ખાતે તા. 4/3ના સવારે 9:30 કલાકે કરવામાં આવ્યું છે.

   અજરામર સંપ્રદાયના મુનીનો વિહાર કાર્યક્રમ

   વરિષ્ઠ મુની ભાસ્કરજી સ્વામી માનવ મંંદિર વિહાર તા.26/થી 1/3 સુધી, તા.2/3થી 5/3 રામામણીયા, તા.6/3 નવજીવન કુદરતી ઉપચાર કેન્દ્ર, તા.7/3 પદમાવતીધામ, 72 જિનાલય, તા.8/3ના શિવમસ્તુ, તા.9/3 નવાવાસ, 10/3 બાબાવાડી (માંડવી), તા.11/3 માંડવી નગર પ્રવેશ, તા.18/3 માંડવી ખાતે આયંબીલની ઓળી માંડવી ખાતે.

   માધાપરમાં સંગીતમય સત્યનારાયણની કથા

   ભુજ : આશાપુરા શક્તિમિત્રમંડળ, માધાપર દ્વારા માધાપરમાં સત્યનારાયણ ભગવાનની સંગીતમય કથાનું આયોજન તા. 2/3, શુક્રવારે સાંજે 5 કલાકે કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા જનકરાય દવે રસપાન કરાવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કચ્છમાં આજે
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `