Home » Gujarat » Bhuj » Rapar » રાપરના રસ્તાઓના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો

રાપરના રસ્તાઓના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 05:30 AM

રાપર તાલુકાના રસ્તાઓની દિનપ્રતિદિન ખખડતી જતી હાલતને જોઇને માર્ગ બનાવવાના કામમાં લોલંલોલ ચાલતું હોવાનો આક્ષેપ...

  • રાપરના રસ્તાઓના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો
    રાપર તાલુકાના રસ્તાઓની દિનપ્રતિદિન ખખડતી જતી હાલતને જોઇને માર્ગ બનાવવાના કામમાં લોલંલોલ ચાલતું હોવાનો આક્ષેપ ખુદ તાલુકા પંચાયતના પ્રમુખે કરતાં અનેકના ભવાં ખેંચાયાં છે.

    પ્રમુખ દ્વારા રસ્તાઓનું જાત નિરિક્ષણ કરાયું હતું જેમાં મોડા અને આડેસર વચ્ચેના માર્ગમાં કોન્ટ્રાક્ટરોના કામમાં લાસરાઇ નજરે ચડી હતી. પૂલના કામમાં એસ્ટિમેટ પ્રમાણે લોખંડ અને સિમેન્ટ નખાયાં ન હતાં અને મેટલ પણ એકદમ નબળી વપરાઇ હતી. માર્ગની બાજુમાંથી ખાડો ખોદી તેની માટીનું પૂરણ કરાયું હતું. યોગ્ય રીતે ડાયવર્ઝન પણ અપાયું નહોતું.

    ખુદ તાલુકા પંચાયતના પ્રમુખે જ આ બધાં કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાતો હોવાની શંકા વ્યક્ત કરતાં કોન્ટ્રાક્ટરો સામે આંગળી ચિંધાઇ રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ