Home » Gujarat » Bhuj » Rapar » નારાયણ સરોવરમાં કમલાદેવી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

નારાયણ સરોવરમાં કમલાદેવી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 05:30 AM

નારાયણ સરોવરમાં તાજેતરમાં સમગ્ર રામાનંદી વૈષ્ણવોના કુળદેવી એવાં મા કમલાદેવી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની...

  • નારાયણ સરોવરમાં કમલાદેવી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
    નારાયણ સરોવરમાં તાજેતરમાં સમગ્ર રામાનંદી વૈષ્ણવોના કુળદેવી એવાં મા કમલાદેવી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.

    મહામંડલેશ્વર લલીત કિશોરશરણજી મહારાજની પ્રેરણાથી અખિલ કચ્છ રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. કે.જી. વૈષ્ણવ અને મહામંત્રી ભાવેશ સાધુના નેતૃત્ત્વમાં યોજાયેલા આ ત્રિદિવસીય મહોત્સવમાં નવચંડીયજ્ઞ, પ્રાણપ્રતિષ્ઠા વિધિ, દાતાઓનું બહુમાન, રાત્રી જાગરણ સહિતના કાર્યક્રમોમાં 25,000થી વધુ જ્ઞાતિજનો ઉમંગે જોડાયા હતા.

    સંતો લલીતકિશોરશરણજી મહારાજ, રામાચાર્યજી મહારાજ, મધુસુદનદાસજી મહારાજ, નીરૂબાપુ, ભાનુબાપુ, ઘનશ્યામદાસજી મહારાજ, ચંદુમા, આનંદલાલજી મહારાજ, દિનેશગીરીજી મહારાજ, વિનુબાપુ, ભૂપતબાપુ, અવધબિહારીદાસજી, જનકદાસજી મહારાજ, સાકેતબિહારી મહારાજ, રામદાસજી, મુકેશગીરીજી, નવલશંકર શાસ્ત્રી, પ્રદિપજી દવે સહિતનાએ આ પ્રસંગે આશિર્વચન પાઠવ્યાં હતાં. દાતા ભંવરલાલજી નિમ્બાવત દ્વારા રૂા. 11,11,111નો ધજા ચડાવો બોલાયો હતો. મહોત્સવમાં બાબુભાઇ શાહ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સરપંચ સુરુભા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ