Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » રાપર દોઢ લાખના દારૂના મામલે આરોપી બીજા દિ’એ પણ ફરાર

રાપર દોઢ લાખના દારૂના મામલે આરોપી બીજા દિ’એ પણ ફરાર

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 05:30 AM

રાપર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારનો પીછો કરી 1.46 લાખનો દારૂ પકડયો હતો પરંતુ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો જે...

  • રાપર દોઢ લાખના દારૂના મામલે આરોપી બીજા દિ’એ પણ ફરાર
    રાપર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારનો પીછો કરી 1.46 લાખનો દારૂ પકડયો હતો પરંતુ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો જે બીજા દિવસે પણ પોલીસને હાથ તાડી આપવામાં આપવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂ.5 લાખની કાર સહીત રૂ.6.46 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી જનાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

    આ બાબતે માહિતિ આપતાં રાપર પીઆઇ વી.પી.જાડેજાએ જણાવ્યું હતું કે અમારી ટીમ નંદાસર પાટિયે પેટ્રોલિંગમાં હતા ત્યારે રાપરના સ્મશાન સામેની શેરીમાં ઉભેલી કારમાં શરાબ હોવાની બાતમી મળતા અમારી ટીમે ત્યાં ઉભેલી જીજે-12-બીએ-9368નંબરની કાળા કલરની સ્વીફ્ટ કાર નજી કપહોંચતા તેમાં સવાર ચાલક ત્યાંથી કાર હંકારી ગયો હતો અમારી ટીમે તેનો પી છો કરતાં એક ગલીમાં કાર ઉભી રાખી પાછળની શેરીમાંથી તે ભાગી જતાં અમે કારની તલાશી લેતાં તેમાં રહેલી રૂ1.44 લાખની કિંમતની અંગ્રેજી શરાબની 1440 બોટલો,રૂ.2000ની કિંમતની 24 નંગ બિયરની બોટલો એમ કુલ રૂ.1.46 લાખનો અંગ્રેજી શરાબ અને રૂ.5 લખની કિંમતની સ્વીફ્ટ કાર એમ કુલ રૂ.1.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે,કાર નિર્મલસિંહ ઉર્ફે નીરૂભા રવુભા જાડેજાની છે અને તે આ દરોડા દરમિયાન નાસી જતાં તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending