તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા-વિચારણા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંશુક્રવારે સ્ત્રી હિંસા વિરોધી દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પોલીસ તંત્ર અને કચ્છ મહિલા વિકાસ સંગઠને કાર્યશાળાનું આયોજન કર્યું હતું, જેમાં 250થી વધુ મહિલાઓએ અસામતીનો મુદ્દો છેડ્યો હતો.

અંજાર, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને ભુજ શહેરના સ્લમ ઉપરાંત ભુજ તાલુકાના ગામોમાંથી મહિલાઓ અને યુવતીઓ આવી હતી, જેમાં કારીગર બહેનો, પેરાલીગલ બહેનો, પશુપાલક, વિવિધ સમાજની આગેવાન બહેનો, ગ્રામ પંચાયતના સભ્ય બહેનો, આંગણવાડી વર્કર, આશા વર્કર સહિત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત બહેનોની મોટી સંખ્યા હતી, જેમણે બહેનો પર થતી જાતિય સતામણી અને અસલામતી પર વધુ ચર્ચા કરી હતી. સમાજમાં પુરુષ પ્રધાન વિચારસરણીને કારણે કામની જગ્યા અને કુટુંબમાં પણ બળાત્કાર જેવા મુદ્દાઓ છેડ્યા હતા. એડવોકેટ ભરત જોષીએ સ્ત્રી સંબંધી કાયદાઓની વિસ્તૃત ચર્ચામાં કહ્યું હતું કે, પુરાવાઓનું મહત્ત્વ વિશેષ હોય છે. કેએમવીએસના ફાઉન્ડર મેમ્બર અલ્કાબેન જાનીએ સંગઠન, સમાજ, તંત્ર સંયુક્ત રીતે મહિલાની સલામતી માટે કેવા પ્રયત્નો કરી શકે તેની સમજણ આપી હતી. પ્રીતિબેન સોનીએ સંગઠન શક્તિથી ઉકેલો મેળવી શકાય તેવું સૂચવ્યું હતું. કાર્યક્રમમાં એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ટી.કે. રાણા, મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજલક્ષ્મીબેન હાજર રહ્યા હતા.

250 મહિલાએ કરી ચર્ચા : માર્ગદર્શન અપાયું

સ્ત્રી હિંસા વિરોધી દિવસે અસલામતીનો મુદ્દો છેડાયો

અન્ય સમાચારો પણ છે...