• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • રાયમા-રાઉમા સમાજની ક્રિકેટ ટુર્ના.માં 15 ટીમોએ ભાગ લીધો

રાયમા-રાઉમા સમાજની ક્રિકેટ ટુર્ના.માં 15 ટીમોએ ભાગ લીધો

સુખપરમાં અખિલ કચ્છ રાયમા-રાઉમા સમાજ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં જિલ્લાભરમાંથી 15 ટીમોએ...

DivyaBhaskar News Network | Updated - Feb 23, 2018, 05:20 AM
રાયમા-રાઉમા સમાજની ક્રિકેટ ટુર્ના.માં 15 ટીમોએ ભાગ લીધો
સુખપરમાં અખિલ કચ્છ રાયમા-રાઉમા સમાજ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં જિલ્લાભરમાંથી 15 ટીમોએ ભાગ લીધો હતો. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લીગ તબક્કાને અંતે ભારાપર ઇલેવન અને ટાઇગર પાનધ્રો વચ્ચે ફાઇનલ રમાઇ હતી જેને ટાઇગર પાનધ્રોએ જીતી લઇ ચેમ્પિઅનશિપ મેળવી હતી.

આ વેળાએ માજી સરપંચ માવજીભાઇ, નિમેશ સોની, રમજુ રાયમા, હાજી સિધિક, હુશેન રાયમા, જુસબ રાયમા, કરીમ રાયમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં તૌસિફ રાયમા તથા સ્ટારગ્રૂપના કાર્યકરો સહભાગી બન્યા હતા.

Sports

ભુજની કોલેજમાં ચેસ તાલીમ શિબિર યોજાઇ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

મુસ્લિમ એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં તાજેતરમાં યોજાયેલી ચેસ તાલીમ શિબિરમાં 35થી વધુ યુવક-યુવતીઓ જોડાયાં હતાં. તજજ્ઞ દક્ષ ઠક્કરે ચેસથી થતા ફાયદાઓની સમજણ આપી હતી. આ વેળાએ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ફરઝાના પઠાણ, લેક્ચરર મોહસીન મેમણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
રાયમા-રાઉમા સમાજની ક્રિકેટ ટુર્ના.માં 15 ટીમોએ ભાગ લીધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App