Home » Gujarat » Bhuj » Rapar » નલિયા ટીંબામાં મોમાય માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો

નલિયા ટીંબામાં મોમાય માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:20 AM

રાપર તાલુકાના શિવ શક્તિ નગર (નલિયાટીંબા-1)માં મોમાય માતાજીના મંદિરનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ...

  • નલિયા ટીંબામાં મોમાય માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો
    રાપર તાલુકાના શિવ શક્તિ નગર (નલિયાટીંબા-1)માં મોમાય માતાજીના મંદિરનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ધર્મોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે ધ્વજારોહણ, હોમ હવન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

    શિવાનંદ બાપુની ઉપસ્થિતિમાં કનૈયાલાલ રાજગોર, બચુભાઇ અને કુલદીપ ભાઇએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. કંથકોટ જાગીરના મોતીસિંહ જાડેજા, બળુભા જાડેજા, અનોપસિંહ વાઘેલા, અરવિંદસિંહ જાડેજા, હમીરજી સોઢા, અજીતસિંહ જાડેજા મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા.

    વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, કિરનસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ આયોજન વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ