Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » ભુજ| ભુજની ભાગોળે મીરજાપર ચોકી પાસે બુધવારે બપોરે ટ્રકના ચાલકે

ભુજ| ભુજની ભાગોળે મીરજાપર ચોકી પાસે બુધવારે બપોરે ટ્રકના ચાલકે

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:20 AM

ભુજ| ભુજની ભાગોળે મીરજાપર ચોકી પાસે બુધવારે બપોરે ટ્રકના ચાલકે મોટર સાયકલને ટકકર મારતાં ભુજના યુવાનને માથાના...

  • ભુજ| ભુજની ભાગોળે મીરજાપર ચોકી પાસે બુધવારે બપોરે ટ્રકના ચાલકે
    ભુજ| ભુજની ભાગોળે મીરજાપર ચોકી પાસે બુધવારે બપોરે ટ્રકના ચાલકે મોટર સાયકલને ટકકર મારતાં ભુજના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

    પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના સંજોગનગર નાદ મજીદ પાસે રહેતા આરિફ જાકબભાઇ રાયમા (ઉ.વ.26) પોતાની મોટર સાયકલથી ભારાપરથી ભુજ તરફ બુધવારે બપોરના દોઢ વાગ્યાના અરસામાં આવી રહયો હતો, ત્યારે પૂરપાટ આવતી એક ટ્રકના ચાલકે તેની મોટર સાયકલને અડફેટે લેતાં આરિફને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ઇજાગ્રસ્તને તેના કાકા અયુબ સાલેમામદ રાયમાએ તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, ભુજ એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending