તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1 માસમાં તંત્રને આચારસંહિતા ભંગની 21 રજુઆત મળી આવી

1 માસમાં તંત્રને આચારસંહિતા ભંગની 21 રજુઆત મળી આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંગત 25 ઓકટોબરના વિધાનસભા ચૂંટણીની સતાવાર તારીખ જાહેર થયા બાદ અત્યાર સુધીના એક માસ અને 3 દિવસના સમયગાળામાં કચ્છના સ્થાનિક વહિવટીતંત્રને આચારસંહિતા ભંગની 21 રજુઆત મળી છે. અને મોટાભાગની રજુઆતનો નિવેડો લાવી કાર્યવાહી પણ કરી દેવાઇ છે.

અાચારસંહિતા અમલીકરણ અધિકારી પી.આર.જોશીએ આપેલી વિગત અનુસાર ચૂંટણીની સતાવાર તારીખ જાહેર થતાંની સાથેજ આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ કરી દેવાઇ છે. આમતો આચારસંહિતાના અમલ સાથેજ સરકાર કે કોઇ પક્ષની પ્રસિધ્ધી કરતા બોર્ડ કે હોર્ડિગ્સને ઉતારી લેવા સાથે લખાણ પર પીછો ફેરવી દેવાયો હતો.

હાલમાં કચ્છના 6 વિધાનસભા ક્ષેત્રમાં આચારસંહિતા ભંગની 21 રજુઆત મળી છે. તમામ રજુઆતમાં મોટાભાગે સરકાર-પક્ષની પ્રસિધ્ધી કરતા બેનર-હોર્ડિગ્સ લાગેલા હોવા ઉપરાંત મંજુરી વગર બેનર લગવાયા છે તેની મહતમ ફરિયાદનો સમાવેશ થાય છે.

તમામ રજુઆતનો તબકકાવાર નિકાલ લાવી દેવાયાનું જણાવી અમલીકરણ અધિકારીએ કોઇ મોટી રજુઆત કે ફરિયાદ મળી હોવાનું જણાવ્યું હતું. આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે રાપરમાં 4, અબડાસા અને અંજારમાં 3-3, માંડવી, ભુજ અને ગાંધીધામમાં 2-2 મળી 16 ટીમ સતત મોનીટરીંગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...