• Gujarati News
  • National
  • ‘વડીલોની તિથિ નિમિત્તે શિક્ષણ પાછળ કરેલો ખર્ચ સાર્થક લેખાય’

‘વડીલોની તિથિ નિમિત્તે શિક્ષણ પાછળ કરેલો ખર્ચ સાર્થક લેખાય’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંગીનાઅગ્રણીએ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે બાળકોના શિક્ષણ પાછળ ખર્ચો કરીને અન્ય લોકો માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુર્જર-મેઘવાળ કાંઠા ચોવીસી 20 ગામના પ્રમુખ જીતુભાઇ દાફડાએ પોતાના પિતા ભાણાભાઇ વજાભાઇની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે ધો. 1 થી 12ના છાત્રોને 17 હજારથી વધુ નોટબુકોનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું. ગયા વર્ષે પિતાની વિદાયવેળાએ પણ તેમણે 8 હજારથી વધુ નોટબુકો વિતરીત કરી હતી.

જીતુભાઇએ કાર્ય થકી આત્મસંતોષ મળ્યો હોવાનું જણાવી વડીલોની પુણ્યતિથિ નિમિત્તે ખોટા વિધિ વિધાનોના ખર્ચાઓ કરવા કરતાં બાળકોના શિક્ષણ અને આરોગ્ય પાછળ કરેલા ખર્ચને સાર્થક ગણાવ્યો હતો. અાવા પ્રયાસોથી સમાજનો વિકાસ થાય છે તેમ ઉમેર્યું હતું. તેમણે આગામી દરેક પુણ્યતિથિએ સમાજના સર્વાંગી વિકાસ માટેના આવાં કાર્યો હાથ ધરવાની નેમ પણ વ્યક્ત કરી હતી.

સમાજોપયોગી કાર્યમાં બાબુભાઇ રાઠોડ, મનસુખ શામળીયા, ભગાભાઇ બગડા, જેઠાલાલ વાણીયા, હરેશ દાફડા, દેવસુર સોલંકી, પ્રદિપ વાણીયા સહિતના અગ્રણીઓએ ગામે-ગામ જઇ સહયોગ આપ્યો હતો.

નોટબુક આપી રહેલા સંસ્થા આગેવાનો

રાપર-ભચાઉ તાલુકામાં 17 હજારથી વધુ નોટબુક અપાઇ

અન્ય સમાચારો પણ છે...