• Gujarati News
  • National
  • રાપરમાં તંત્રના વાંકે 200 વિધવા સહાયથી વંચિત

રાપરમાં તંત્રના વાંકે 200 વિધવા સહાયથી વંચિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરમાં200થી વધુ વિધવા બહેનો નવી પદ્ધતિની અગવડના કારણે સરકારની વિધવા સહાયથી વંચિત રહી જવા પામી છે. રાપર મામલતદાર કચેરીએથી ડેટા ભુજ પહોંચતો હોવાના કારણે બે વર્ષથી વિધવાઓનો હક્ક તેમને મળતો નથી. સરકારના પહેલાના નિયમાનુસાર પોસ્ટમેન જરૂરી કાગળો લઈ જઈ પોસ્ટમાં ખાતું ખોલાવી કાગળો આપી દેતાં સીધા ખાતામાં સહાયની રકમ જમા થતી, પરંતુ હવે નવા નિયમાનુસાર આધાર કાર્ડ તેમજ અન્ય દસ્તાવેજો મામલતદારમાં આપ્યા બાદ તેની એન્ટ્રી થઈ ત્યાંથી ભુજ મોકલવાના રહે છે. જૂની પ્રક્રિયા ચાલુ કરાય તો સરળતાપૂર્વક કામ ચાલે તે અંગે ઉમૈયા ગ્રામ પંચાયતના સરપંચ જી.આર. મકવાણાએ અંગે અગાઉ અનેક રજૂઆત છતાં કોઇ નિવેડો આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...