• Gujarati News
  • રાપરના ગામોમાં પાણી યોજના માટે 16કરોડફાળવાયા

રાપરના ગામોમાં પાણી યોજના માટે 16કરોડફાળવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરતાલુકાના અંતરિયાળ ગામોની પાણી પુરવઠા યોજના વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા મોટા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 16 કરોડ 46 લાખ ફાળવવામાં આવ્યા છે.

ધારાસભ્ય અને જિલ્લા ભાજપ અધ્યક્ષ પંકજભાઇ મહેતા દ્વારા તેમના વિસ્તારના પીવાના પાણીની સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલાં અભિયાન અંતર્ગત તેમણે રાજ્ય સરકારમાં કરેલી રજૂઆતોના પરિણામે, ચિત્રોડ હેડવર્કસથી બાદરગઢ સુધી 610 મિ.મી. નવી લાઇન તથા અમરાપરથી જાણીતા પ્રવાસન સ્થળ ધોળાવીરા સુધીની નવી મેટેલીક પાઇપ ઉપરાંત બાદરગઢ ખાતે 20 લાખ લિટર ક્ષમતાનો નવો સમ્પ, બાલાસર તથા ધોળાવીરા ખાતે આર.સી.સી. પમ્પ હાઉસ નિર્માણ તથા નવી પમ્પિંગ મશીનરી પૂરી પાડવા વગેરેના કામો હાથ ધરાવમાં આવશે.

ચિત્રોડથી છેક ધોળાવીરા સુધીના અનેક ગામો જે યોજના પર અવલંબિત છે, તેવા ગામોની પાણી યોજના વધુ સક્ષમ અને નિયમિત બનશે. મહેતાએ અંગે જણાવ્યું હતું કે, તબક્કાવાર મારા મત વિસ્તારમાં નર્મદા આધારિત યોજનાને વધુ સક્ષમ અને અદ્યતન બનાવવા ઉપરાંત જ્યાં-જ્યાં કુદરતી સાઇટો છે, ત્યાં વરસાદી પાણી સંગ્રહ કરવા નવા જળાશયો, જૂના તળાવો ઉંડા કરવાના કામને પ્રાધાન્ય અપાશે.