• Gujarati News
  • ગેડીમાં સરપંચ પિતા પુત્રે ડોક્ટરને ઢીકાપાટુનો માર માર્યો

ગેડીમાં સરપંચ પિતા-પુત્રે ડોક્ટરને ઢીકાપાટુનો માર માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સદસ્યા બનાવવા મામલે

બોલાચાલી કરીને હુમલો કર્યો

ભાસ્કરન્યૂઝ. ભુજ

રાપરતાલુકાના ગેડી ગામમાં સરપંચ અને તેના દીકરાએ મળીને સ્થાનિક સરકારી તબીબને ઢોર માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. પિતા-પુત્રે રોગી કલ્યાણ સમિતિ તેમજ દૂધ મંડળીમાં સદસ્યતા મામલે માથાકૂટ કરીને ફરજ પર રહેલા ડોક્ટર પર હુમલો કર્યો હતો.

રાપર પોલીસે જણાવ્યું કે, બનાવ મંગળવારે સાંજે બન્યો હતો. ડો. સંજયકુમાર પ્રસાદ સિંગ તેમની ફરજ પર હતા ત્યારે ગેડી ગામના સરપંચ ખીમાભાઈ કે. દૈયા અને તેના દીકરા મેરૂ ખીમા દૈયાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો.

મંગળવારે સાંજે સવા ચાર વાગ્યે સરપંચે ડોક્ટર પાસે પહોંચીને સવાલ કર્યો હતો કે, રોગી કલ્યાણ સમિતિમાં કોને કોને સભ્ય બનાવ્યા છે, તેમજ દૂધ મંડળમાં કોને સદસ્યા રાખ્યા છે. સદસ્યતા માટે ગામના નશાભાઈના ડોક્યુમેન્ટ કેમ લીધા છેω એવા સવાલ કરીને ડોક્ટરને દબડાવ્યા હતા. એટલું નહીં બન્ને શખ્સે તબીબને અપશબ્દો કહીને ઢીકાપાટુથી માર માર્યો હતો. સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ બાબતે ડો. સંજયકુમારે રાત્રે રાપર પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, ડો. સંજયકુમાર ફતેહગઢમાં રહે છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રામાં ફરજ બજાવે છે.