તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વજેપર હત્યાકેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરાયા

વજેપર હત્યાકેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વજેપર હત્યાકેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરાયા

ક્રાઇમરીપોર્ટર. ગાંધીધામ

વજેપરહત્યાકાંડમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર કે જેણે સોપારી આપી હત્યા કરાવી હોવાનો કેસ પોલીસે તપાસ બાદ રજુ કર્યો હતો તેમાં ધરપકડના ભયથી આગોતરા જામીન અરજી થતાં પોલીસના વાંધાઓ ફગાવી દઇ, અદાલતે આગોતરા જામીન મંજુર કર્યા હતા.

ખેડૂકાવાંઢના પણ પછી વજેપર આવી ગયેલા ફરિયાદી નારણ ભુરા કોલીએ ફરિયાદ આપી હતી કે, અગાઉ થયેલી હત્યાના ગુનામાં જેલમાં ગયેલા તેના ભાઇ સહિતના ચાર કુટુંબીજનોને જેલમાં હંસરાજ ડાહ્યા મહેશ્વરી સાથે મિત્રતા
વજેપર હત્યાકેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરાયા

ક્રાઇમરીપોર્ટર. ગાંધીધામ

વજેપરહત્યાકાંડમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર કે જેણે સોપારી આપી હત્યા કરાવી હોવાનો કેસ પોલીસે તપાસ બાદ રજુ કર્યો હતો તેમાં ધરપકડના ભયથી આગોતરા જામીન અરજી થતાં પોલીસના વાંધાઓ ફગાવી દઇ, અદાલતે આગોતરા જામીન મંજુર કર્યા હતા.

ખેડૂકાવાંઢના પણ પછી વજેપર આવી ગયેલા ફરિયાદી નારણ ભુરા કોલીએ ફરિયાદ આપી હતી કે, અગાઉ થયેલી હત્યાના ગુનામાં જેલમાં ગયેલા તેના ભાઇ સહિતના ચાર કુટુંબીજનોને જેલમાં હંસરાજ ડાહ્યા મહેશ્વરી સાથે મિત્રતા થઇ હતી. બાદમાં જામીન મુક્ત થયા બાદ પણ ચતેઓ મળતા રહ્યા હતા. 17/12 ના રોજ નાગજી ભુરા કોલી ઘરેથી તમંચો લઇને નિકળી ગયો હતો જે પરત આવતાં તેની પત્ની હંસાએ દૂધઇ પોલીસમાં ગુમનોંધ લખાવી હતી. નાગજીની દાટી દેવામાં આવેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે વેરશી ભુરા કોલી, અતુલ ગોવિંદભાઇ પાટડીયા અને હંસરાજની અટક કરી હતી, ગુનામાં ઇન્દ્રજીતસિંહ રાજુભા જાડેજા (રહે. જેસડા, તા. રાપર) વાળાની પણ સંડોવણી હતી જેણે પોલીસ ધરપકડથી બચવા અંજારની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી જે ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આરોપી તરફે હીતેન્દ્રસિંહ બી. વાઘેલા, જીજ્ઞાબેન વાઘેલા અને દિપક રાઠોડ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...