તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાજપ નેતાઓના કાર્યાલયોને કોંગ્રેસે કર્યો ઘેરાવ

ભાજપ નેતાઓના કાર્યાલયોને કોંગ્રેસે કર્યો ઘેરાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંજિલ્લા કોંગ્રેસ સમિતિએ નોટબંધીના વિરોધમાં ભાજપના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓના કાર્યાલયએ ઘેરાવ કર્યો હતો અને ‘છૂટા નાણા આપો, પ્રજાની પરેશાની બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, લોકોને હાલાકી પડે તે માટે સોમવારના કચ્છ બંધનું એલાન પાછું ખેંચાયાનું અખબારી યાદીમાં જણાવાયું હતું.

પ્રવકતા ગની કુંભારે કહ્યું હતું કે, નોટબંધીને કારણે પ્રજા હાલાકી ભોગવી રહી છે, ખેડૂતઓ અને વેપારીઓ હેરાન પરેશાન છે. જે ભાજપના અણઆવડત અને ઉતાવડા નિર્ણયને કારણે થયું છે, જેથી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાજપના સાંસદ વિનોદભાઇ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઇ આહિર, ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, રાપરના ધારાસભ્ય પંકજભાઇ મહેતાના કાર્યાલયની બહાર દેખાવો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. લોકોને પોતાની કમાણીના નાણા બદલાવવા બેંકોમાં ધક્કા ખાવા પડે છે, એટીએમ બંધ પડ્યા છે, જેથી ‘છૂટા નાણા આપો, પ્રજાની પરેશાની બંધ કરો’ જેવા સૂત્રોચ્ચારથી લોકોનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.

આક્રોશ રેલી અને ભાજપના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓના કાર્યાલય ઘેરાવ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રહીમભાઇ સોરા, પ્રદેશ મંત્રી નવલસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સભ્ય હરીભાઇ આહિર, રવિ ત્રવાડી, ઘનશ્યામસિંહ ભાટ્ટી, માનશી શાહ, આયુશબેન સમા, મુસ્તાહ હીંગોરજા, ફકીરમામદ કુંભાર, કાસમ સમા વગેરે જોડાયા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરાઇ તેના વિરોધમાં 19માં દિવસે કચ્છ કોંગ્રેસે સાંસદ અને ધારાસભ્યોની ભુજ સ્થિત ઓફીસની બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

કચ્છ કોંગ્રેસે ભુજમાં કર્યો નોટબંધી વિરૂદ્ધ દેખાવો

કચ્છમાં પણ બંધનું એલાન પાછું ખેંચાતાં રાહત

રવિવાર હોવાથી શાસકોના કાર્યાલયો પહેલેથી બંધ હતા ! : કોંગ્રેસે સુત્રોચ્ચાર કરી માન્યો સંતોષ

અન્ય સમાચારો પણ છે...