તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ ગ્રામ્ય વિકાસ નિગમમાં ત્રણ વર્ષમાં 20 કરોડ ચાંઉ કરી જવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ ગ્રામ્ય વિકાસ નિગમમાં ત્રણ વર્ષમાં 20 કરોડ ચાંઉ કરી જવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનાસરહદી વિસ્તારના ગામોમાં વિકાસ થાય તે હેતુથી ભુજ સ્થિત કચેરીમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય વિકાસ નિગમની દર વર્ષે કરોડો ગ્રાન્ટ ફાળવાય છે. છેલ્લા 3 વર્ષમાં 33 કરોડથી વધુ ગ્રાન્ટ આવી છે, પરંતુ મળતી વિગતો અનુસાર તેમાંથી 30 ટકા જેટલી ગ્રાન્ટનું કામ થયું છે. એટલે 11 કરોડ જેટલી રકમ કામમાં વપરાઇ છે. બાકીની રકમ અોળવી જવાઇ હોવાનો આક્ષેપ છે. કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપાઇ છે.

જિલ્લા મથક ભુજ ખાતે બહુમાળી ભવનના ત્રીજા માળે આવેલી ગુજરાત રાજ્ય ગ્રામ્ય વિકાસ નિગમની કચેરીમાં માની શકાય એટલો ભ્રષ્ટાચાર થયો છે. કચેરીને ગામોના વિકાસ કામો જેવા કે શૌચાલય, તળાવો, વોકળા, સીમતળાવો, સી.સી. ચેકડેમો, તળાવ ઉંડા કરવા, નર્સરી, બગાયત, કલમો, રોપા ઉછેર નર્સરી, ખેડૂત તાલીમ વગેરે અનેક કામો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાય છે. ભુજ કચેરીના વડા અને ઠેકેદારોની મિલિભગતથી છેલ્લા 3 વર્ષમાં 20 કરોડ જેટલી ખાયકીના અહેવાલ બહાર આવ્યા છે. જેમાં એક અધિકારી દ્વારા સહકર્મચારીના નામે લાખોના ચેક ઇસ્યૂ કરીને ગોટાળો આચરાયો છે અને હાલમાં તેમની અન્ય વિભાગમાં બદલી નવસારી કરાઇ છેે.

અંગે ગાંધીનગર નિગમના મેનેજિંગ ડાયરેક્ટર પટેલનો સંપર્ક કરતાં તેમણે સમર્થન આપી સમગ્ર મામલાને વિજિલન્સને તપાસ સોંપાઇ હોવાનું કહ્યું હતું. બીજી બાજુ મુખ્યમંત્રી સહિતના વિભાગોને લગતા ખાતાઓને જાણ કરાઇ છે અને સચિવાલયથી ઉંડી તપાસના ઓર્ડર છૂટ્યા છે.

અા અધિકારીઓ અને ઠેકેદારો દ્વારા લખપત, ભુજ, રાપર, ભચાઉ સહિત ફિલ્ટર પાણી પ્રોજેક્ટ, શૌચાલયમાં 3 કરોડથી વધુ રકમના ઇ-ટેન્ડર વગર સાદા ટેન્ડર બહાર પાડી કૌભાંડો આચરાયા છે. ખારેક તાલીમમાં 79 લાખ જેટલું કૌભાંડ થયું છે. જેમાં ખારેક વાવણીની અને અન્ય માહિતી માટે 79 લાખની ગ્રાન્ટ માત્ર વાઉચર બન્યા હોવાનું જાણવા મળે છે. તો કચેરીમાં કરાર પર સામાન્ય પગાર સાથે ફરજ બજાવતાં એક મહિલા કર્મચારી પણ કરોડોની મિલકત ધરાવતા થઇ ગયા છે. પ્રોજેક્ટ મેનેજર હતા, બાકીના કોન્ટ્રાક્ટ પદ્ધતિએની કચેરીએ ભરતી કરાઇ હતી. સરકારને લાગેલો કરોડોના ચૂનાની રિકવરી થાય તેમ છે. તો નવસારી બદલાયેલા અધિકારી અને 2014માં રિટાયર્ડ થયેલા અન્ય અધિકારી પણ હાલે કરોડોની મિલકતો ધરાવે છે. તેની ઉંડી તપાસ થાય તો ગંગામાં ન્હાવા પડેલા કેટલાક ઠેકેદારો તેમજ અન્ય અધિકારીઓના પગ નીચે રેલો આવે.

કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે મુખ્યમંત્રી સુધી રાવ પહોંચી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો