તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજાર તા.ની 53 ગ્રામ પંચાયતના વિકાસ માટે 261 લાખ ફાળવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર તા.ની 53 ગ્રામ પંચાયતના વિકાસ માટે 261 લાખ ફાળવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
14માનાણાપંચ અંતર્ગત વર્ષ 2015થી 2020ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન જે-તે ગ્રામ પંચાયત દ્વારા વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો રહેશે. 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતો પાણી, ગટર, ઘન કચરાનો નિકાલ, સી.સી.રોડ, પેવર બ્લોક, પ્રાથમિક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધાઓ, એલ.ઇ.ડી. લાઇટ, સ્મશાન ગૃહના કામો કરી શકાશે. 53 ગ્રામ પંચાયતનોને પ્રથમ હપ્તા પેટે 261 લાખની ફાળવણી કરાતાં સંસદીય સચિવ વાસણભાઇ આહિરે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આહિરે અંજાર તાલુકાની ગ્રામ પંચાયતો રકમમાંથી વિવિધ વિકાસના કામો હાથ ધરવા સરપંચોને અનુરોધ કર્યો હતો. અજાપર ગ્રામ પંચાયતને 2 લાખ, આંબાપરને 2.57, ભાદરોઇને 1.54, ભલોટને 2.98, ભીમાસરને 15, ભુવડને 5.63, બીટાવલાડીયા (અા.) 1.69, બીટાવલાડીયા (ઉ.)20, બુઢારમોરાને 3.81, ચંદીયાને 3.37, ચાંદ્રાણીને 5.20, ચાંદ્રોડાને 4.83, દેવરીયાને 2.32, ધમડકાને 6.12, દુધઇને 10, ઝરૂને 2.76, ખંભરાને 5.63, ખારા પસવારીયાને 1.85, ખેડોઇને 10, ખીરસરાને 1.81, માથકને 4, મથરાને 3.51, મેઘપર બોરીચીને 26, મીંદીયાળાને 4, મીઠા પસવારીયાને 1.36, મોરસર 3, મોડવદર 2.50, નાગલપર મોટી 8.33, નાગલપર નાની 1.63, નગાવલાડીયાને 2.56, નવાગામને 5.87, નિંગાળ 4.36, પાંતિયાને 1.26, રામપરને 2.51, રાપર (ખોખરા)ને 3, રતનાલને 11, સંઘડને 7.76, સાપેડાને 4.99, સતાપરને 3.39, સિનુગ્રાને 5, સુગારીયાને 2.12, ટપ્પરને 7.83, તુણાને 7.87 વાડાને 1.36, વંડીને 1, વરસામેડીને 17, વીડીને 4.56 વીરાને 3.61 આમ કુલ 261 લાખની ફાળવણી કરવામાં આવી છે.

ઉપરોકત રકમો જે-તે ગ્રામ પંચાયતના ખાતામાં જમા કરાયા છે. બાબતે તાલુકા ભાજપના અને સંગઠનના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો