તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિત આંદોલન વચ્ચે કચ્છ એસ.ટી.ના 20 રૂટ ટૂંકાવાયા : દૈનિક 5 લાખનો ધૂંબો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત આંદોલન વચ્ચે કચ્છ એસ.ટી.ના 20 રૂટ ટૂંકાવાયા : દૈનિક 5 લાખનો ધૂંબો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગિર-સોમનાથજિલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામે દલિત યુવકો પર થયેલા બર્બર અત્યાચારને પગલે રાજ્યમાં દલિતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે.

આંદોલનને પગલે કચ્છમાં આવતી અને કચ્છથી બહાર જતી એસ.ટી. બસોના વ્યવહારને અસર થઇ છે. કચ્છથી જૂનાગઢ, રાજુલા, પોરબંદર, સોમનાથ જેવાં સૌરાષ્ટ્રના શહેરો તરફ જતી 18થી 20 બસોના રૂટ રાજકોટ સુધી ટૂંકાવાયા છે. રીતે આંદોલનની જ્યાં વધારે અસર દેખાય છે, તેવા જૂનાગઢ અને અમરેલી જિલ્લામાંથી પસાર થતી બસો આવવાની સંપૂર્ણપણે બંધ છે. કચ્છ વિભાગના ભુજ, નખત્રાણા, મુન્દ્રા અને માંડવી એમ 4 ડેપોની લાંબા અંતરની બસોને અસર થઇ છે. નિગમને દૈનિક 5 લાખની લપડાક પડી રહી છે.

જિલ્લાના વિભાગીય નિયામક ભૂપેન્દ્રરાય ચારોલાએ ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, પ્રવાસીઓને પડતી હાલાકી માટે વિભાગ દિલગીર છે.જેમણે લાંબા અંતરની બસોમાં રિઝર્વેશન કરાવેલા હોય છે, તેવા પ્રવાસીઓને તુરત સંપૂર્ણ રિફંડ મળી જાય તેની તકેદારી પણ વિભાગ લઇ રહ્યો છે, જ્યાં સુધી કચ્છ ડેપોની કોઇ બસને આંદોલનમાં નુકસાનનો સવાલ છે, ત્યાં સુધી રાપર-સંતરામપુર બસના ધ્રાંગધ્રાથી 10 કિ.મી. દૂર તોફાનીઓ દ્વારા કાચ તોડી નાખવાનો કિસ્સો બનવા પામ્યો છે. તુરંત પોલીસ રક્ષણ હેઠળ બસને ધ્રાંગધ્રા ડેપોમાં લઇ જવામાં આવી હતી અને અત્યારે હજુ ત્યાં રખાઇ છે.

વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવાઇ ગઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો