ન્યૂઝ બ્રીફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |કચ્છજિલ્લા કોંગ્રેસ સમિતિની મીટિંગ ભુજ ખાતે તા.29/7ના બપોરે 2:30 કલાકે ડો.આંબેડકર ભવન, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે યોજાશે, જેમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુકત થયેલ પ્રભારીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની જણાવ્યા અનુસાર બેઠકમાં પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ માર્ગદર્શનચ, કાર્યક્રમો ઘડી કાઢવા, જવાબદારી સુપ્રત કરવા, આગામી દિવસોમાં શહેર/ગ્રામય કક્ષાએ દરેક બુથ સુધી લોકસંપર્ક કાર્યક્રમ, પ્રજાને થતી હાલાકી અંગે ચર્ચા, ખેડૂતો-વેપારીઓને થયેલ મુશ્કેલીઓ, માલધારી, કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા, સામાજીક રીતે પછાત સમાજને થતા અન્યાય વગેરે મુદે ચર્ચા વિચારણા કરાશે.

કુકમા રતનાલ માર્ગ પર બસની ટક્કરે આવી જતાં ગૌવંશનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ગાયનું મોત થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઇ હતી.

કુકમા-રતનાલ માર્ગ પર બસની ટક્કરે ગૌવંશનું મોત

ખડીરના અમરાપરમાં નદીના પ્રવાહમાં તણાઇને લાખેટી ભેંસો મોતને ભેટતાં તેના પાલક પરિવાર પર આફત તૂટી પડી છે. ચાર ભેંસ મૃત હાલતમાં મળી આવી હતી પણ વાંઢની અન્ય ભેંસો પણ ગુમ હોતાં મોતનો આંક વધવાની શક્યતા ગ્રામજનો વ્યકત કરી રહ્યા છે. દરમિયાન ભારે વરસાદના પગલે લીલા દુષ્કાળની ભીતી લોકોને સતાવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

અમરાપરમાં નદીના પ્રવાહમાં લાખેણી ભેંસો તણાઇ ગઇ

ભુજમાં 29મીએ જિલ્લા કોંગ્રેસની બેઠકનું આયોજન કરાયું

ખાનાયના દુષ્કર્મ કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

ભુજ રેલવે સ્ટેશને કેન્સલેશનના પૂરતા નાણા ચૂકવાય છે : પ્રશાસન

અન્ય સમાચારો પણ છે...