ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો

    કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 21, 2018, 05:00 AM IST

    કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો- જાહેરાત પણ સોમવારની...
    • કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો
      કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો

      કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો- જાહેરાત પણ સોમવારની મતગણતરી પછી થઇ ગઇ, પણ, એ જ દિવસે ભચાઉની ચૂંટણીનો એવો વીડિયો વાયરલ થયો કે, જેણે સમગ્ર કચ્છમાં હોહા મચાવી દીધી. ભચાઉના વોર્ડ નં. 7ના મતદાન મથકના આ વીડિયોમાં એક ત્રાહિત વ્યક્તિ મતદાન મથકની અંદર મતકુટિરની પાસે જ મતદાતા અને મતદાનને સતત પ્રભાવિત કરતો દૃષ્ટિગોચર થાય છે. લોકશાહીના ચીરહરણની આ ઘટના બધાને હચમચાવી ગઇ છે. આ મામલે એક કોંગ્રેસી કાર્યકરે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરી છે.

      ભચાઉ પાલિકાના વોર્ડ નં. 7માં ચારેચાર સીટો ભાજપના ફાળે ગઇ છે. પણ, આ જ વોર્ડના એક મતદાન મથકમાં નિષ્પક્ષ અને મતદાનની ગૂપ્તતાના પાયાના નિયમોનો સરેઆમ ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં ફરતી થયેલી ચાર વીડિયો ક્લિપમાં એ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે, રેડ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો દાઢીધારી નવયુવાન ચાલુ મતદાને સતત મતકુટિરની આસપાસ જ મંડરાતો રહ્યો છે અને મતદાન કરવા આવનારા નાગરિકોને સતત પ્રભાવિત કરી રહ્યો છે.

      ...અનુસંધાન પાના નં.11









      જે ચાર વીડિયો ક્લિપ વાયરલ થઇ છે તે 24 સેકન્ડ, 12 સેકન્ડ, 08 સેકન્ડ અને 01 સેકન્ડની છે. એક ક્લિપમાં તો આ યુવક અન્ય મતદાતા કુટિરમાં હોવા છતાં પોતે જ લાંબો થઇને ઇવીએમનું બટન દબાવી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે.

      ભચાઉ પાલિકાની ચૂંટણીમાં સરાજાહેર નિયમોનો ભંગ થતો રહ્યો છતાં પ્રિસાઇડિંગ ઓફિસરે કેમ આંખ આડા કાન કર્યા ω અને વીડિયો ક્લિપમાં દેખાતો લાલ ટી-શર્ટધારી ક્યા પક્ષનું કે ઉમેદવારનું પ્રતિનિધિત્વ કરીને મતદાનને પ્રભાવિત કરતો રહ્યો એ તપાસનો વિષય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `