Home » Gujarat » Bhuj » Rapar » મતદાર યાદી સુધારણાની કામગીરી પૂર્ણ: 13418 નવા મતદાર ઉમેરાશે

મતદાર યાદી સુધારણાની કામગીરી પૂર્ણ: 13418 નવા મતદાર ઉમેરાશે

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 05:00 AM

વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચના આદેશ તળે સમગ્ર રાજયની સાથે કચ્છમાં પણ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ...

  • મતદાર યાદી સુધારણાની કામગીરી પૂર્ણ: 13418 નવા મતદાર ઉમેરાશે

    વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચના આદેશ તળે સમગ્ર રાજયની સાથે કચ્છમાં પણ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ જારી થયેલા આંકડા અનુસાર જિલ્લામાં 13418 નવા મતદારો ઉમેરાશે તેવું ચૂંટણી શાખાના સતાવાર સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.

    12 ફેબ્રુઆરી સુધી જિલ્લાના 6 મતદાર ક્ષેત્રમાં હાથ ધરાયેલી આ ઝુંબેશ અંતર્ગત 2 રવિવારના બુથ પર બીએલઓએ બેસી મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા કમી કરવા, સુધારા વધારા કરવા સહિતની કામગીરી કરી હતી. ચૂંટણી શાખામાંથી મળેલા સતાવાર આંકડા અનુસાર જિલ્લામાં નવા મતદાર બનવા માટે 7162 પુરુષ અને 6255 સ્ત્રી અને ત્રીજી જાતિના 1 મળી 13418 મતદારોએ નવા મતદાર બનવા માટે ફોર્મ 6 ભર્યા છે.

    તો 1433 પુરુષ અને 1537 સ્ત્રી મળી 2970 મતદારોએ વિવિધ કારણોસર મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ નંબર 7 ભર્યું છે. 5000 મતદારોએ મતદાર યાદીમાં પોતાના નામ, અટક સહિતની બાબતમાં સુધારો કરવા માટે જયારે 1454 લોકોએ અેક જ મતક્ષેત્રના એક બુથમાંથી બીજા બુથમાં નામ ઉમેરવા કે કમી કરવા માટે ફોર્મ ભર્યા છે. આ તમામ ફોર્મની જરૂરી ચકાસણી કરાયા બાદ 1 માર્ચ પછી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ