• Gujarati News
  • ગતિશીલ ગુજરાતના ભાગરૂપે કરાશે મોનિટરિંગ

ગતિશીલ ગુજરાતના ભાગરૂપે કરાશે મોનિટરિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી કચ્છની 6 સુધરાઇના

વિકાસ અહેવાલની કરશે ચકાસણી

વહીવટીતંત્રને ગતિમાં રાખવા મુખ્યમંત્રી ખુદ અવનવા આયોજન મૂકી રહ્યા છે, ત્યારે કચ્છ-સૌરાષ્ટ્રના મહત્ત્વના એવા નાના-મોટા શહેરોના વિકાસ કેવો થઇ રહ્યો છે અને ભવિષ્યના શું આયોજન તે તરફ નજર નાખવા સીએમએ રાજકોટ ખાતે એક ખાસ બેઠક બોલાવી છે, જેમાં પાલિકાના પ્રગતિ રિપોર્ટ પર પટેલ નજર નાખશે.

અંગે મળતી માહિતી મુજબ કચ્છની 6 નગરપાલિકા ભુજ, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી અને અંજારમાં કયાં-કયાં કામો થઇ રહ્યાં છે, કયાં વિકાસકામો કરાયા છે તેમજ ભવિષ્યમાં પાલિકાના શું આયોજન છે તથા સરકારની કઇ ગ્રાન્ટનો કેવી રીતે ઉપયોગ કરાયો છે. કઇ યોજના અમલીકરણ કેટલું થયું છે અને કેટલા લક્ષ્યાંક બાકી છે, સહિતની તમામ ઝીણવટપૂર્વકની વિગતો સીએમ આનંદીબેન પટેલ સમક્ષ મૂકાશે.

તમામ વિગતોનું એકત્રીકરણ કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. તા.28મીએ રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્રની તમામ સુધરાઇના રિપોર્ટ સહિત અન્ય મુદે મળનારી બેઠકમાં કલેક્ટર હાજર રહેવાના છે, ત્યારે તેઓ દ્વારા અન્ય પેઝન્ટેશન સાથે પાલિકાનું પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવા તમામ સુધરાઇના જવાબદારો કામે લાગી ગયા છે. જિલ્લાકક્ષાએ તમામ સુધરાઇની કેટલી વસૂલાત થઇ, કેટલી બાકી અને કેટલું લેણુ છે કે દેવું છે, સહિતની વિગતો પણ મગાવાઇ છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છની તમામ પાલિકાઓ દેવાના કરજ નીચે દબાયેલી છે, તે સાથે વસૂલાત કરવામાં પણ કોઇ ખાસ સ્કોર હજી સુધી થયો નથી, ત્યારે જો સીએમ વિગતો જાણવા માગણી કરશે, તો કચ્છની 6 સુધરાઇના લોલંલોલ વહીવટની પોલ પાધરી થઇ શકે છે.