• Gujarati News
  • National
  • 1.41 કરોડના ખર્ચે બનનારા 19 ચેકડેમોનાં કામનું ખાતમુહુર્ત થયું

1.41 કરોડના ખર્ચે બનનારા 19 ચેકડેમોનાં કામનું ખાતમુહુર્ત થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજજીવન બદલવા મહેનત અને લગન જરૂરી છે. દિવસો દૂર નથી જયારે અંજાર તાલુકાના વિવિધ ગામોમાં બનતાં ચેકડેમો વરસાદ પછી ભરાઇ જતાં ગામડાંઓની સીકલ બદલાઇ જશે, તેમ આજે બીટા વલાડીયા મુકામેથી રૂ. ૧.૪૧ કરોડના ખર્ચે ધમડકા, ચાંદ્રાણી, બીટા વલાડીયા, વરસામેડી, હિરાપર, દેવીસર, સુગારીયા સહિતના ગામોમાં બનાનારા ૧૯ ચેકડેમોના કામનું ખાતમુહુર્ત કરતાં રાજયના સંસદીય સચિવ વાસણ આહિરે જણાવ્યું હતું.

અંજાર તાલુકાના બીટા વલાડીયા પાસે ચેકડેમ સાઇટે યોજાયેલા ખાતમુહુર્ત સમારોહને સંબોધતાં અંજારના ધારાસભ્ય એવા આહિરે વધુમાં જણાવ્યું હતું કે, વિકાસની ભૂખ વધે તે સારી નિશાની છે.

સારાં કામો થાય તેવી જનતાની અપેક્ષા છે. દરિયાઇ પટ્ટીના મીઠા ઉદ્યોગ અને અગરીયાઓ માટેની યોજનાના કરોડના કામો મંજૂર થયા છે. પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવા શેઠ, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુ મ્યાત્રા, પૂર્વ ધારાસભ્ય ગોપાલ ધુવાએ પણ ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમાં જિલ્લા પંચાયતના સદસ્યા લક્ષ્મીબેન મ્યાત્રા, ગામના સરપંચ ધનજી ડાંગર, કરશન ગોયલ, મહેશ ડાંગર, જમીન વિકાસ બેંકના મહાદેવા માતા, ગોપાલ માતા, બાબુ આહિર, શામજી આહિર, રામદેવસિંહ જાડેજા, નારાણ આહિર, ભચીબેન મરંડ, ગગુભાઈ ડાંગર, કિરણ બોરીચા, કરશન મરંડ, રામજી જરૂ, રાણા બોરીચા સહિતના ગામના આગેવાનો, નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

ચેકડેમો લહેરાતાં થશે કે તરત ગામડાંઓનો નજારો બદલાઇ જશે

ચેકડેમનું ખાતમૂહુર્ત કરતા વાસણ આહિર

અન્ય સમાચારો પણ છે...