Home » Gujarat » Bhuj » Rapar » રાપર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની કરાશે વરણી

રાપર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની કરાશે વરણી

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 04:45 AM

નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રી મતિ ગંગા બહેન રમેશ ભાઈ શિયારીયા અને ઉપ પ્રમુખ તરીકે હઠુભા રાણાજી સોઢા ના નામ પર...

  • રાપર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની કરાશે વરણી
    નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રી મતિ ગંગા બહેન રમેશ ભાઈ શિયારીયા અને ઉપ પ્રમુખ તરીકે હઠુભા રાણાજી સોઢા ના નામ પર સંભવિત મહોર... ગઈકાલે રાપર નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવા માટે પ્રદેશ પ્રવકતા ભરત પંડયા અને માજી મંત્રી રણછોડભાઈ રબારી એ રાપર નગરપાલિકા ના ભાજપના કોર્પોરેટરો અને શહેર ભાજપ ના હોદ્દેદારો અને સંગઠન ના હોદ્દેદારો ની સેન્સ લઈ ને ગાંધીનગર ખાતે રાજ્ય ની ભાજપ પાલાઁમેન્ટરી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં સવઁ સંમતિ થી બક્ષીપંચ મહિલા ઉમેદવાર ની પ્રમુખ પદ માટે ના સંભવિત શ્રી મતિ ગંગા બહેન રમેશ ભાઈ શિયારીયા અને ઉપ પ્રમુખ તરીકે હઠુભા રાણાજી સોઢા ના નામ પર સંભવિત મહોર લગાવી દીધી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું ગંગા બહેન શિયારીયા વોર્ડ નંબર સાત માં થી ચુંટણી લડી વિજેતા બન્યા હતા તો તેમના પતિ રમેશ ભાઈ શિયારીયા સતત બે ટમઁ થી નગરપાલિકા માં ચુટાઈ ને જુદા જુદા હોદ્દા પર ચેરમેન અને ઉપ પ્રમુખ તરીકે રહ્યા છે અને રાપર સંઘાર સિયારીયા સમાજ ના પ્રમુખ પણ છે અને ગંગાબેન ના સસરા સ્વ.ખીમજીભાઈ પણ રાપર માં સારી એવી છાપ ધરાવતા હતા એટલે સભવિતો માં સોંથી પ્રબળ દાવેદાર પ્રમુખ.પદ ના ગંગાબેન ને માનવા માં આવેશે.તો ઉપ પ્રમુખ હઠુભા સોઢા ગયા વખતે પણ ઉપ પ્રમુખ તરીકે રહ્યા છે અને અગાઉ પ્રમુખ પદ પણ સંભાળી ચુક્યા છે હઠુભા સોઢા સતત ચાર ટમઁ થી વોર્ડ નંબર બે માં વિજેતા બન્યા છે અને આ વખતે પણ એજ વોર્ડ માં બિન હરીફ બન્યા છે.. તેમના શાસનમાં રાપર શહેરમાં વિકાસ ના અનેક કાયોઁ કરવામાં આવ્યા છે ભાજપ ના પદાધિકારીઓ એ બન્ને ના નામો પર સમંતિ આપી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ