• Gujarati News
  • National
  • ખાવડા વિસ્તારમાં કોલસાની પરમીટ તાકીદે શરૂ કરો

ખાવડા વિસ્તારમાં કોલસાની પરમીટ તાકીદે શરૂ કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | કચ્છભરમાં માલિકીની જમીનોમાં ગાંડા બાવળમાંથી કોલસો બનાવી વાહતુક પાસ આપવામાં આવ્યા છે જેમાં ખાવડા વિસ્તારને બાકી રાખી દેવાયો છે. આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરીને તાત્કાલિક પરમીટ આપવામાં આવે તેવી માગ કલેક્ટર સમક્ષ કરાઇ છે. આરએફઓ દ્વારા ઇરાદા પૂર્વક પાસ અપાયા નથી તેવા આક્ષેપ સાથે કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ ખાવડા અને પચ્છમ વિસ્તારના શ્રમિકો કોલસાના વ્યવસાય પર રોજી રોટી મેળવે છે. પાસ આપવાનું બંધ કરાતાં હાલે તેઓ બેકાર બની જવાથી અન્ય સ્થળે હિજરત કરી જાય તેવી વિકટ હાલત પેદા થઇ છે. ખાવડાના મલુક ઇસ્માઇલ, ગફૂર અલિમામદ, ભીલાલ અલારખ્યા સહિતના ગ્રામજનોએ તાત્કાલિક વાહતૂક પાસ અપાય તેવી માગ કરી છે.