તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવસર્જન ગુજરાતના ધ્યેય સાથે રાપરમાં કોંગ્રેસની કારોબારી મળી

નવસર્જન ગુજરાતના ધ્યેય સાથે રાપરમાં કોંગ્રેસની કારોબારી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસર્જનગુજરાતના ધ્યેય સાથે રાપર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક તાજેતરમાં મળી હતી. કોંગ્રેસને મજબુત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તે હેતુથી ચર્ચા- વિચારણા પણ કરવામાં આવી હતી.

રાપર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નિરીક્ષક નિલેશ વાઘેલાએ મીટિંગનો એજન્ડા રજૂ કરી કોંગ્રેસ આવે છે ના નારા સાથે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રીતે બહૂમતિથી જીતી શકે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. અગ્રણી ભચુભાઇ આરેઠીયાએ બુથ મેનેજમેન્ટ દ્વારા સંગઠન મજબુત કરી ઘરે ઘરે ફરવા પર ભાર મુક્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઇ પટેલ, વસંતભાઇ મહેશ્વરી, પાંચાલાલ પરસોડ, વાલાભાઇ ઢીલા, બાબુલાલ દવે, ભાવિકભાઇ રાજગોર વગેરેએ સંગઠનને મજબુત બનાવવા પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. પ્રસંગે મીતુલભાઇ મોરબીયા, ભાવનાબેન ઠાકોર, નવલબેન બાંભણીયા, કસ્તુરબેન ઠક્કર, કાનાભા ગઢવી, કાંતિલાલ ઠક્કર, સહદેવસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...