તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારના 3 ગામમાં ભારે પવનોથી 24 કલાક વિજળી ડૂલ

અંજારના 3 ગામમાં ભારે પવનોથી 24 કલાક વિજળી ડૂલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારતાલુકામાં શુક્રવારે તોફાની પવનો બાદ લાઇટના થાંભલા ઉખડી જતાં અંજારના 3 જેટલા ગામોમાં વિજળી ડૂલ થઇ ગઇ હતી.

અંજાર તાલુકાના ખોખરા ગામથી કનૈયાબે ગામ વચ્ચેના લાઇટના થાંભલા શુક્રવારે આવેલા ભારે પવનોના કારણે ધરાશાઇ થઇ જતાં ખોખરા,રાપર, કનૈયાબેે ગામમાં 24 કલાક કરતાં વધારે સમય સુધી વિજળી ડુૂલ થઇ ગઇ હતી. હાલના સમયે શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે ત્યારે વિજળી વિના વિદ્યાર્થીઓ અને લોકો પરેશાન થયા હતા. તો રાપર ગામ પાસે આવેલી સોલાર કંપનીની અનેક સોલાર પ્લેટો પણ તોફાની પવનના કારણે ઉખડી ગઇ હતી. કચ્છમાં વરસાદ પડ્યો હોવા છતાં અંજારના ત્રણ તાલુકામાં ગરમીથી લોકો ત્રાહિમામ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...