તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરમાં વહેણો પરના કરાયેલા દબાણથી માર્ગોને ભારે નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં વહેણો પરના કરાયેલા દબાણથી માર્ગોને ભારે નુકસાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરશહરેની હરિયાણા કેમ્પની કોલેજથી 1 કી.મી.ના વિસ્તારમાં માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકનો ધોળાવીરા માર્ગ પર પાણીના વહેણ તથા વોકળા પર દબાણો કરાતાં લાખો રૂપિયાનો માર્ગ ધોવાઇ ગયો છે. કથિત દબાણથી માર્ગોને ભારે નુકશાન તો થયું છે તેની સાથે બન્ને બાજુ આવેલા વાડી વિસ્તારમાં પણ નુકશાન થયું છે. ફલકુ નદીની બન્ને બાજુના આેગન પર દબાણ કરાયું છે. અને ઓગનને અન્યત્ર વાળવામાં આવતા ઇંચ જેટલો વરસાદ થયો હોવા છતાં તળાવોમાં 4 માસ ચાલે તેટલું પાણી આવ્યું છે.

આથમણા઼ં નાકા પાસે ગોકૂલ નગર પાસેના રત્નેશ્વર માર્ગ પર ઓગન પર દબાણ કરી દુકાનો તથા પ્લોટો પાડી દેવામાં આવ્યા છે. નગરપાલિકાએ અનેક સ્થળે પાણીના વહેણ પરના દબાણો રેકર્ડમાં ચડાવી ગેરકાયદેસર કરી દીધા છે. આવા 721 દબાણોની ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાયા છતાં કલેક્ટર એક ફૂટ પણ દબાણ દૂર કરાવી શક્યા નથી. સીમતળમાં ગૌચર પડતર તથા ખરાબાની 800 એકર જમીન તલાટીના રેકર્ડ તથા મામલતદાર કચેરીમાં જે તે વખતે ચડાવી દેવાઇ છે.

પાણીના વહેણ પર થયેલા દબાણને કારણે ધોવાઇ ગયેલો માર્ગ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો