• Gujarati News
  • National
  • જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગમાં ઇજનેરની બદલી

જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગમાં ઇજનેરની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયતના સિંચાઇ વિભાગની કચેરીઓમાં ઇજનેરોની સ્થળ ફેરબદલીના હુકમો થયા હતા, જેમાં ભુજ, માંડવી, રાપર, અંજારનો સમાવેશ કરાયો છે.

વિકાસ અધિકારી સી.જે. પટેલ દ્વારા ભુજની સિંચાઇ પેટા વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર એ.કે. જૈનને બીજો હુકમ થાય ત્યાં સુધી રાપરનો ચાર્જ, તેમની જગ્યાએ માંડવીની સિંચાઇ પેટા વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર કે.આર. શાહને વધારાનો હવાલો સોંપાયો હતો. જિલ્લા પંચાયત ભુજની સિંચાઇ શાખાના અધિક મદદનીશ ઇજનેર સી.ડી. મોદીને રાપરમાં અધિક મદદનીશ ઇજનેર એસ.કે. સોલંકીની ખાલી જગ્યા ઉપર મૂકાયા છે, જ્યારે સોલંકીને અંજારના મદદનીશ ઇજનેર એ.સી. ઠાકોરની જગ્યાએ મૂકયા છે.

ભુજમાં નાયબ કાર્યપાલક ઇજનેરના પેટા વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર આર.એસ. પટેલને માંડવી, નખત્રાણાના ડી.વી. મહેશ્વરીને ભુજમાં, મુન્દ્રાના જી.કે. નેહલાણીને ગાંધીધામમાં, ભુજના આર.કે. મોડને મુન્દ્રામાં, ટેક.આસિ. આર.ટી. ચાવલાને ભચાઉ તા. પં. આઇ.આર.ડી.પી.માં, મુન્દ્રાના એ.આર. ખોજાને દયાપરમાં, દયાપરના એચ.કે. મહેશ્વરીને મુન્દ્રામાં, માંડવીના એચ.બી. ચૌધરીને ભુજમાં બદલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...