તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અબડાસાની 188 આંગણવાડીઓની તંત્ર દ્વારા ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબડાસાની 188 આંગણવાડીઓની તંત્ર દ્વારા ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસાતાલુકામાં 188 આંગણવાડી છે, પરંતુ મોટાભાગની જર્જરિત મકાનોમાં કાર્યરત છે, જેમાં વીજળી અને પાણીના જોડાણ હોવાથી આર.ઓ. પ્લાન્ટ જેવા વીજ ઉપકરણો બિનઉપયોગી પડ્યા છે. બીજી બાજુ વર્કરો ખિસ્સાના ખર્ચી બાળકોને પૌષ્ટિક આહાર ખવડાવે છે, પરંતુ તેમણે ખર્ચેલી રકમ વર્ષો સુધી ચૂકવવામાં આવતી નથી, જેથી જવાબદાર અધિકારીઓના ઉપેક્ષિત વલણથી હેલ્પર, વર્કર્સ અને વાલીઓ પણ ઉદાસ થઇ ગયા છે.

આંગણવાડીની જાત તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બિટ્ટા સેજામાં આર.ઓ. પ્લાન્ટ છે, પરંતુ વીજ અને પાણી જોડાણ નથી. શૌચાલય તો છે નહીં, તેરામાં બ્રાઉન્ડરી નથી, બારામાં વર્કર નથી, જેથી હેલ્પર બાળકોને સાચવે છે. ભારાપરમાં તો મકાન જર્જરિત છે. બાળકોને સ્કૂલના રૂમમાં બેસાડવા પડે છે. વાયોર સેજામાં વીજ જોડાણ નથી.

પાણીના ફિલ્ટર અપાયા છે, પરંતુ ટાંકી સહિતનું ફિટિંગ કરાયું નથી. રામપર સેજા, નલિયા સેજા, જખૌ સેજા, મોથાળા સેજા, ડુમરા સેજા અને કોઠારા સેજામાં પણ એજ પ્રકારની ક્ષતિઓ છે. હજુ સુધી અધિકારીઓ કે લોક પ્રતિનિધિઓએ જાત નિરીક્ષણ કર્યું નથી. માત્ર કાગળ ઉપર ગૌરવ લેવા જેવું ચિત્ર દોરવામાં આવે છે, જેથી રાજ્ય સરકાર કે રાજ્ય સ્તરના અધિકારીઓ વાસ્તવિકતા બિલકુલ અજાણ છે.

સમિતિના ચેરપર્સનનું પણ કોણ સાંભળે છે

સૂત્રોએ કહ્યું હતું કે, અત્યાર સુધી લોક પ્રતિનિધિઓએ આંગણવાડીઓની સ્થિતિ જાણવાનો પ્રયાસ નહોતો કર્યો, પરંતુ જિલ્લા પંચાયતની મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરપર્સન ભાવનાબા પરેશસિંહ જાડેજા આંગણવાડીઓની સ્થિતિ જાણી વ્યથિત થયા હતા. તેમણે સરકારની આર્થિક સહાય છતાં સરકારી બાબુની કાર્યનિષ્ઠાના અભાવે આંગણવાડીઓ બદથી બદતર થઇ રહ્યા હોવાની રજૂઆતો કરી હતી, પરંતુ તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો હતો.

માંડવીની સીડીપીઓ છું, અબડાસા વધારાનો હવાલો છે

સીડીપીઓકમળાબેન સોલંકી કહ્યું હતું કે, હું માંડવીની સીડીપીઓ છું. અબડાસાનો વધારાનો હવાલો સોંપાયો છે. નવી-નવી છું એટલે મને બધી આંગણવાડીઓનો પૂરેપૂરો ખ્યાલ નથી. રેગ્યુલર હજી થઇ નથી, પરંતુ તપાસ કરીશ. અમુક આંગણવાડીઓમાં આર.ઓ. પ્લાન્ટ લાગી ગયા છે, અમુકમાં બાકી છે. લીસ્ટ ચેક કરી વેરીફાઇ કર્યા બાદ ચોક્કસ કહી શકું. વર્કર બહેનોના 12 મહિનાથી બાકી બિલો બાબતે કહ્યું હતું કે, મેં તાલુકામાં અધિકારીને બિલો મોલાવેલા છે.

જર્જરિત મકાનો, ઉપરથી વીજળી અને પાણીના જોડાણનો અભાવ

વર્કર્સ ગાંઠના ખર્ચી બાળકોને પૌષ્ટિક આહાર આપે છે, બિલ પાસ નથી થતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો