તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરમાં સરદારનું 14 મહિનાથી ઢંકાયેલું પૂતળું લોકાર્પિત કરી દેવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં સરદારનું 14 મહિનાથી ઢંકાયેલું પૂતળું લોકાર્પિત કરી દેવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપરનાપ્રાગપર ચાર રસ્તા ખાતે 14 માસ પહેલાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું. ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન અને ધારાસભ્ય પંકજ મહેતા કોઇ સારા મૂહુર્ત અને કોઇ ઉચ્ચ નેતાના હસ્તે સ્ટેચ્યુનું ઉદઘાટન કરાવવા માગતા હતા. ગુરૂવાર પાટીદાર સમાજ અને રાપર શહેર તથા તાલુકા કોંગ્રેસના નેજા હેઠળ સરદાર પટેલને દૂધ, જળનો અભિષેક અને ફૂલહારથી ઉદ્દઘાટન કરી નાખ્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરમશી વૈદ્ય, મિતુલ મોરબિયા, મહેશ પરસોંડ, મુકેશ ચૌધરી, લક્ષ્મણભાઇ ભૂષણ વગેરે જોડાયા હતા.

ધારાસભ્ય મૂહુર્તની રાહ જોતા રહ્યા અને પાટીદાર સમાજ તેમજ કોંગ્રેસે હાર તોરા કરી આવરણ હટાવી નાખ્યું

એપીએમસી દ્વારા બનેલું સરદાર પટેલનું પુતળું ખુલ્લું મૂકાયુ ત્યારે પાટીદાર લોકો અને કોંગ્રેસના સભ્યો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો