Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » 4.2ના કંપનથી કચ્છ ધ્રુજ્યું : હલરા પાસે કેન્દ્રબિંદુ

4.2ના કંપનથી કચ્છ ધ્રુજ્યું : હલરા પાસે કેન્દ્રબિંદુ

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 04:35 AM

2001ના વિનાશકારી ભૂકંપ બાદના દોઢ દાયકા પછી પણ કચ્છની ધરતીનું પેટાળ હજુ સુધી શાંત થયું ન હોય તેમ રોજેરોજ સુક્ષ્મ અને...

  • 4.2ના કંપનથી કચ્છ ધ્રુજ્યું : હલરા પાસે કેન્દ્રબિંદુ
    2001ના વિનાશકારી ભૂકંપ બાદના દોઢ દાયકા પછી પણ કચ્છની ધરતીનું પેટાળ હજુ સુધી શાંત થયું ન હોય તેમ રોજેરોજ સુક્ષ્મ અને નાના અને કયારેક મધ્યમ કક્ષાના આંચકા જિલ્લામાં અનુભવાયાજ રાખે છે. તેવામાં શનિવારે કચ્છની ધરતી 4.2ની તિવ્રતાના નોંધપાત્ર ગણી શકાય તેવા આંચકાથી ધણધણી ઉઠતાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ કંપનનું કેન્દ્રબિંદુ ભચાઉના હલરા નજીક નોંધાયું હતુ઼ં.

    શનિવારે સાંજે સવા પાંચ વાગ્યે ભચાઉથી ઉતર ઉતર પૂર્વ દિશાએ 15 કિલોમિટર દુર હલરા ગામ નજીક કેન્દ્રબિંદુ ધરાવતા આ આંચકાની તિવ્રતા રિકટર સ્કેલ પર 4.2ની આંકવામાં આવી હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએથી જાણવા મળ્યું હતું. 12 દિવસ બાદ અનુભવાયેલા 4થી ઉપરની તિવ્રતાના આ તગડા કહી શકાય તેવા ઝટકાનો વાગડના અનેક વિસ્તારમાં જોરદાર અનુભવ થયો હતો અને કેટલાક સ્થળે તો ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

    4.2ના આ આંચકા ઉપરાંત રાપર, દુધઇ,અને ખાવડા પાસે શુક્રવારની રાતથી શનિવારની બપોર સુધી 4 અન્ય હળવા કંપન અનુભવાયા હતા.

    જેની રિકટર સ્કેલ પર તિવ્રતા 1.4,1.5,2.2 અને 2.0ની અંકાઇ હતી. શુક્રવારે દિવસ દરમિયાન 4 જેટલા હળવા કંપન વાગડ ફોલ્ટમાં અનુભવાયા હતા.

    અઢી માસમાં 4થી ઉપરની તિવ્રતાનું ત્રીજું કંપન

    વર્તમાન વર્ષ 2018ની સાલના અઢી માસના સમયગાળામાં કચ્છમાં 4થી ઉપરની આ ત્રીજું કંપન અનુભવાયું હોવાનું આઇએસઆરના ડેટા સેન્ટરમાંથી જાણવા મળ્યું હતું. આ અગાઉ 25 ફેબ્રુઆરીના ભચાઉ પાસેજ 4.1ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેની અસર ભચાઉથી ભુજ સુધીના વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી-રાજકોટ સુધી વર્તાઇ હતી. તો 16 જાન્યુઆરીના રાત્રે ખાવડા પાસે પણ 4.1નું કંપન અનુભવાયું હતુ઼. તો આ સમયગાળામાં 3થી ઉપરના 5થી વધુ કંપન કચ્છમાં નોંધાઇ ચુકયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending