Home » Gujarat » Bhuj » Rapar » મેઘપર(બો) નજીક પુલ પર યુવાનની હત્યાથી ચકચાર

મેઘપર(બો) નજીક પુલ પર યુવાનની હત્યાથી ચકચાર

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 04:35 AM

અંજાર તાલુકાના મેઘપર બોરિચી ગામ નજીક નર્મદા કેનાલના પુલિયા ઉપર એક યુવાનની હત્યા થવાના બનાવે ચકચાર મચાવી છે,આ...

  • મેઘપર(બો) નજીક પુલ પર યુવાનની હત્યાથી ચકચાર
    અંજાર તાલુકાના મેઘપર બોરિચી ગામ નજીક નર્મદા કેનાલના પુલિયા ઉપર એક યુવાનની હત્યા થવાના બનાવે ચકચાર મચાવી છે,આ હત્યા કેસમાં મૃતક યુવાનના પિતાએ અંજાર પોલીસમાં પરિણીતાને નસાડી જવાનું મનદુ:ખ રાખી હત્યા થઇ હોવાની આશંકા વ્યકત કરી નોંધાવેલી ફરિયાદના આધારે શકમંદોને રાઉન્ડ-અપ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

    આ બાબતે તપાસ કરી રહેલા અંજારના પીએસઆઇ બી.વી.ચુડાસમાએ આપેલી વિગતો મુજબ, સવારના 8 વાગ્યાના આરસામાં બનેલા બનાવમાં મેઘપર બોરિચીની સીમમાં આવેલી નર્મદા કેનાલના પુલિયા ઉપર યુવાનને ઘાયલ અવસ્થામાં જોઇ ત્યાંથી પસાર થતા લોકોએ અંજાર પોલીસને જાણ કરતાં પોલી સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો જ્યાં મૃતક 27 વર્ષના પ્રવિણ ઉર્ફે પપ્પુ કુંભાભાઇ પરમારની કોઇએ છરીના ઘા મારી હત્યા કરી હોવાનું માલુમ પડતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો અને મૃતકના પરીવારને જાણ કરાઇ હતી. જાણ થતાં મૃતક પ્રવીણના પિતા કુંભાભાઇ

    ... અનુસંધાન પાના નં.13



    પતાભાઇ પરમારે અંજાર પોલીસમાં આ હત્યા રાપર તાલુકાના સુખપર રહેતા પોપટ જેશંગ સીંગલની પરિણીતાને પ્રવીણ નસાડીને લઇ આવ્યો હોવાથી મનદુખ રાખી કાનમેરના છગન ગાંગાભાઇ વાઘેલાના ચાર દિકરા અને સુખપરના પોપટ જેશંગ,જેશંગ સીંગલ અને ભચાભાઇ સીંગલે આ હત્યા કરી હોવાની આશંકા દર્શાવતાં અંજાર પોલીસે શકમંદોને રાઉન્ડ અપ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

    મૃતક યુવાન પ્રવીણ પોતાની મોટરસાઇકલ પર જે લાકડાના બેન્સામાં કામ કરતો હતો ત્યાં જઇ રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને ઉભો રાખી પેટના ભાગે છરીના ઘા મારી તેનું મોત નિપજાવ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ