તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાપરમાં પાટીદાર ઉદ્યોગપતિની રક્તતુલામાં 87850 CC રક્ત એકત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપરમાં પાટીદાર ઉદ્યોગપતિની રક્તતુલામાં 87850 CC રક્ત એકત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રક્તદાનમહાદાન, અમૂલ્ય દાન સમાન રક્તદાન છે, ત્યારે રાપરમાં તાજેતરમાં શરૂ થયેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રની બ્લડબેંકમાં દર માસે 70થી 80 જેટલી બોટલ લોહીની જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે મૂળ રાપરના અને હાલે બિલ્ડર્સ વ્યવસાયક્ષેત્રે સંકળાયેલા ભચુભાઇ આરેઠિયાની રક્તતુલા કરાઇ હતી, જેમાં 87850 સીસી લોહી એકત્ર થયું હતું.

કચ્છ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં જુદી-જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા ભચુભાઇ આરેઠિયાનું લેઉવા પાટીદાર સમાજ સોશિયલ ગ્રૂપ-નવી મુંબઇ દ્વારા આજે રક્તતુલા માટે કેમ્પનું રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જી.કે. જનરલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં 350 રક્તદાતાઓએ ભચુભાઇના 75 કિ.ગ્રા. વજન સામે 87850 સી.સી. રક્ત એકઠું થયું હતું.

રાપર ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રાપર, મુંબઇ, પ્રાગપર સહિત ગામે ગામથી રક્તદાતાઓ ઉમટ્યા હતા. કેમ્પ દરમિયાન કરમશીભાઇ વૈદ્ય, લક્ષ્મણભાઇ ભૂષણ, ભચુભાઇ રાવરિયા, રાજાભાઇ ગજોરા, અજીતભાઇ પરમાર, મુકેશ ચૌધરી, કાનાભાઇ ગઢવી, ધારાભાઇ ભરવાડ, ભવન વાવિયા, દિનેશગિરિ, રમેશ ચાવડા, ભરત ઠાકોર, મહેશ ઠાકોર, વાલાભાઇ અાહિર, લવજીભાઇ માલી, ગોરાભાઇ રજપૂત, રણછોડ રબારી, ભીખુભાઇ સોલંકી, ભરત મઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાપર ગુરુકુળના સ્વામિનારાયણના સંતો અક્ષરમૂનિ, પ્રકાશદાસજી, દરિયાસ્થાન મંદિરના સંત ત્રિકાલદાસજી, માજી નાણામંત્રી બાબુભાઇ શાહ, માજી સાંસદ હરિભાઇ પટેલ વિગેરેના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું.

ભચુભાઇ આરેઠિયાની રક્તતુલા બાદ રક્તદાન

રક્તતુલા પ્રસંગે રક્તદાન કરી રહેલા અગ્રણીઓ નજરે પડે છે.

પાટીદાર સમાજ સોશિયલ ગ્રૂપ દ્વારા કરાયું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો