ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Rapar» રાપરમાં લોહાણા સમાજ દ્વારા નિર્મિત રઘુવંશી નગરમાં લાંબા સમયથી

    રાપરમાં લોહાણા સમાજ દ્વારા નિર્મિત રઘુવંશી નગરમાં લાંબા સમયથી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 09, 2018, 04:30 AM IST

    રાપરમાં લોહાણા સમાજ દ્વારા નિર્મિત રઘુવંશી નગરમાં લાંબા સમયથી સતાવતી અનિયમિત પાણી વિતરણની સમસ્યાથી ત્રસ્ત...
    • રાપરમાં લોહાણા સમાજ દ્વારા નિર્મિત રઘુવંશી નગરમાં લાંબા સમયથી
      રાપરમાં લોહાણા સમાજ દ્વારા નિર્મિત રઘુવંશી નગરમાં લાંબા સમયથી

      રાપરમાં લોહાણા સમાજ દ્વારા નિર્મિત રઘુવંશી નગરમાં લાંબા સમયથી સતાવતી અનિયમિત પાણી વિતરણની સમસ્યાથી ત્રસ્ત મોટા ભાગના પરિવારો અન્યત્ર ચાલ્યા જતાં હાલે આ નગર સૂમસામ ભાસી રહ્યું છે. એક સમયે અહિં 50 જેટલા કુટુંબ વસવાટ કરતા હતા હાલે માત્ર 8 મકાનોમાંજ લોકો રહે છે.

      રાપરથી એક કિલો મીટરના અંતરે આવેલી આ વસાહતમાં પાણી, ગટર અને સફાઇ સહિતની પ્રાથમિક સુવિધાના નામે શૂન્ય હોતાં અહિ રહેતા પરિવારોને નાછૂટકે હિજરત કરવી પડી છે. રઘુવંશી નગરના રહીશોને રૂબરૂ પૂછતાં જાણવા મળ્યા મુજબ એક સમયે 50 પરિવારના 500 જેટલા લકો રહેતા હતા પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત ન સંતોષાતાં અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા છે

      ...અનુસંધાન પાના નં.13





      પરિણામે એક સમયે ધમધમતું નગર હાલે સૂનકાર ભાસે છે. સોસાયટી બની તેને દોઢ દાયકો વીતી ગયો હોવા છતાં કચરા પેટી મુકાઇ નથી અને ગટરના જોડાણ પણ આપવામાં આવ્યા નથી જેને કારણે ખુલ્લામાં શૌચ માટે જવું પડે છે. પાણી ન મળતું હોવાથી નગરની પાછળ આવેલા આઢવાળા તળાવના દુષિત પાણીનો હાલે ઉપયોગ કરવો પડે છે. તંત્ર દ્વારા તાકીદે પ્રાથમિક સુવિધાઓ નહિ પૂરી પાડવામાં આવે તો ખાલી પડેલાં મકાનો ખંડેર બની જશે તેવી ભીતી રહેવાસીઓએ દર્શાવી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાપરમાં લોહાણા સમાજ દ્વારા નિર્મિત રઘુવંશી નગરમાં લાંબા સમયથી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `