Home » Gujarat » Bhuj » Rapar » પાલિકાએ કરેલી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો

પાલિકાએ કરેલી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:30 AM

રાપરમાં વર્ષોથી પાણીના વહેણ પર કરાયેલા 35 જેટલાં પાકા દબાણો પાલિકા દ્વારા દૂર કરાતાં અન્ય દબાણકારોમાં ફફડાટ...

  • પાલિકાએ કરેલી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો
    રાપરમાં વર્ષોથી પાણીના વહેણ પર કરાયેલા 35 જેટલાં પાકા દબાણો પાલિકા દ્વારા દૂર કરાતાં અન્ય દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. દબાણ હટાવવાયા બાદ ખાલી પડેલી જગ્યામાં બે કરોડના ખર્ચે પાણીના નિકાલ માટે કેનાલ બનાવાશે.

    શહેરના નાગાસર તળાવના વહેણમાં કરાયેલાં પાકા દબાણોને જેસીબી સહિતની મશિનરી સાથે દૂર કરાયા હતા. ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા, એન્જિનિયર દીનેશ સોલંકી, સેનેટરી ઇન્સપેક્ટર કિશોર સહિતના અધિકારીઓ તેમજ પાલિકાના કર્મચારીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા.

    સુધરાઇ દ્વારા હવે પોલીસ લાઇન, શંકરવાડી, તકિયાવાસ, આથમણા નાકા, નદી નાકા સહિતના વિસ્તારોમાં બે કરોડના ખર્ચે કેનાલ બનાવાશે જેના પગલે આ વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઇ જશે. નગરજનોએ પાલિકાની દબાણ હટાવ કામગરીને બિરદાવી હતી.

    રાપરમાં પાણીના વહેણ પરના 35 જેટલાં પાકા દબાણો દૂર કરાયાં

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ